તમે જેટલા પગલા ચાલો, એટલા પગલા મોત પાછળ ખસે!

14 September 2021 06:38 PM
India
  • તમે જેટલા પગલા ચાલો, એટલા પગલા મોત પાછળ ખસે!

દરરોજ 7 હજારથી 10 હજાર પગલાં ચાલવાથી મૃત્યુ ઠેલાઈ શકે છે! : સ્વાસ્થ્ય માટે વોકીંગ અકસીર દવા: રોજ કેટલાં પગલા ચાલવાથી મૃત્યુને દુર ખસેડી શકાય તેનો રસપ્રદ સંશોધનમાં ખુલાસો

નવી દિલ્હી તા.14
વાહનનો માણસ આદી બનવાને કારણે ચાલવાને લગભગ છુટી ગયુ છે. બેઠાડુ જીવનને કારણે અનેક રોગો ઘર કરી જતાં હોવાથી મૃત્યુ પણ વહેલુ આવતું હોય છે.કસરત-યોગ કરવા માટે માણસ સમય નથી ફાળવી શકતો આ સંજોગોમાં તન-મનનાં સ્વાસ્થ્ય માટે વોકીંગ (ચાલવુ)નું ખુબ જ મહત્વ છે. જે એક પ્રકારની કસરત છે.

દરરોજ કેટલાં પગલાં ચાલવાથી સ્વાસ્થ્યને લાભ થાય, મૃત્યુ મોડુ આવે આ બાબતે એક રસપ્રદ અભ્યાસ થયો છે. એક નવો અભ્યાસ કહે છે કે મૃત્યુને વહેલુ આવતું રોકવા દરરોજ 7 હજારથી 10 હજાર પગલા ચાલવુ જોઈએ. એક નવા સંશોધન મુજબ દરરોજ ઓછામાં ઓછા 7000 પગથીયા ચાલવાથી મધ્યમ વયના લોકોમાં અકાળ મૃત્યુનુ જોખમ 50 ટકાથી 70 ટકા ઘટી જાય છે.

આ અભ્યાસના તારણો ‘જામા નેટવર્ક ઓપન’ જર્નલમાં પ્રકાશીત થયા હતા જયારે મેસેચ્યુસેટસ એમ્સહર્સ્ટ યુનિ.ના શારીરીક પ્રવૃતિનાં નિષ્ણાંત અને લેખિકા અમાન્દા પાલુચે જણાવ્યું છે કે દરરોજ 10 હજારથી વધુ પગલા અથવા વધુ ઝડપથી ચાલવાથી જોખમ ઓછુ થતુ નથી. પાલુચે વધુમાં જણાવ્યું હતું કે, તમે વધુ પગલા ચાલો છો તો મૃત્યુમાં ક્રમશ: રિસ્કનો ઘટાડો કરો છો.

સંશોધનમાં વધુ બેઠાડુ સાથીઓની સરખામણીમાં મહિલાઓ અને અશ્ર્વેતોમાં દરરોજ ઓછામાં ઓછા 7 હજાર પગથીયા ચાલતા લોકોમાં મૃત્યુ દર સૌથી ઓછો હતો.
પાલુચે જણાવ્યું હતું કે અમે અહી માત્ર એક પરિણામ જોયુ છે. તમારા રસના અને પરિણામનાં આધારે મૃત્યુનુ કારણ અલગ હોઈ શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement