ઈન્કમટેકસમાં નાયબ કમિશ્નરો-ઓફીસરો સહિત 187ની સાગમટે બદલી: ઈન્વેસ્ટીગેશનમાં વધુ સ્ટાફ ફાળવાયો

14 September 2021 06:40 PM
Rajkot
  • ઈન્કમટેકસમાં નાયબ કમિશ્નરો-ઓફીસરો સહિત 187ની સાગમટે બદલી: ઈન્વેસ્ટીગેશનમાં વધુ સ્ટાફ ફાળવાયો

રાજકોટના દોઢ ડઝન અધિકારીઓની બદલી: બી.ડી.ગુપ્તા, ભાટીયા, સોલંકી, શર્મા, ભટ્ટ, વકીલ વગેરેના ઓર્ડર

રાજકોટ તા.14
ગુજરાતમાં આવકવેરા વિભાગમાં બદલીનો મોટો ઘાણવો કાઢવામાં આવ્યો છે. આસીસ્ટંટ, ડેપ્યુટી તથા એડીશ્નલ કમિશ્નરો ઉપરાંત ઈન્કમટેકસ ઓફીસર તેમજ વહીવટી અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. રાજયભરમાંથી 187ના ઓર્ડર નિકળ્યા છે તેમાં રાજકોટના ચાર આરટીઓ, ત્રણ નાયબ કમિશ્નર તથા 14 જેટલા વહીવટી અધિકારીઓના ઓર્ડર થયા છે.

આવકવેરા વિભાગના સૂત્રોએ કહ્યું કે રાજકોટના નાયબ કમિશ્નરો પૈકી જે.જે.પાટીયા, બી.ડી.ગુપ્તા તથા કે.એલ.સોલંકીની બદલી કરવામાં આવી છે. આ ગ્રેડના 25 અધિકારીઓ બદલાયા છે ડેપ્યુટી તથા એડીશ્નલ કમિશ્નરોમાં પણ 10ના ઓર્ડર નીકળ્યા છે. ઈન્કમટેકસ ઓફીસર (આઈટીઓ) ના 53ના બદલીના ઓર્ડર છે તેમાં રાજકોટના શશાંક શર્મા, આઈ.સી.ભટ્ટ, ફારૂક વકીલ તથા મયુર ચાવડાના નામ છે. વહીવટી અધિકારીઓમાં મોટી ફેરબદલ કરવામાં આવી છે. 99ના ઓર્ડર કાઢવામાં આવ્યા છે

તેમાં રાજકોટના એક ડઝનથી વધુના નામ છે. રાજેશ હરખાણી, જયશ્રી રામાણી, કાનજીભાઈ રાઠોડ, મનીષા ઓઝા, વિશ્ર્વેશ માંકડ, બકુલ વૈશ્ર્ણવ, અચ્યુત મહેતા, પી.વી.વ્યાસ, ચિરાગ જોષી વગેરેનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે બે થી વધુ અધિકારીઓને રેન્જમાંથી હટાવીને ઈન્વેસ્ટીગેશન વીંગમાં મુકવામાં આવ્યા છે. ઈન્વેસ્ટીગેશન વિભાગ દ્વારા તાજેતરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાના કનેકશનમાં વધુ તપાસ કાર્યવાહીના ભણકારા છે ત્યારે પણ વિભાગમાં વધુ સ્ટાફ ફાળવાયાને સૂચક ગણવામાં આવે છે.


Related News

Loading...
Advertisement
Advertisement