રામનાથ મહાદેવનું સન્માન ડુબાડી દેતી સરકારની નિષ્ફળ નવનિર્માણ યોજના

14 September 2021 06:45 PM
Rajkot
  • રામનાથ મહાદેવનું સન્માન ડુબાડી દેતી સરકારની નિષ્ફળ નવનિર્માણ યોજના
  • રામનાથ મહાદેવનું સન્માન ડુબાડી દેતી સરકારની નિષ્ફળ નવનિર્માણ યોજના
  • રામનાથ મહાદેવનું સન્માન ડુબાડી દેતી સરકારની નિષ્ફળ નવનિર્માણ યોજના
  • રામનાથ મહાદેવનું સન્માન ડુબાડી દેતી સરકારની નિષ્ફળ નવનિર્માણ યોજના
  • રામનાથ મહાદેવનું સન્માન ડુબાડી દેતી સરકારની નિષ્ફળ નવનિર્માણ યોજના
  • રામનાથ મહાદેવનું સન્માન ડુબાડી દેતી સરકારની નિષ્ફળ નવનિર્માણ યોજના
  • રામનાથ મહાદેવનું સન્માન ડુબાડી દેતી સરકારની નિષ્ફળ નવનિર્માણ યોજના
  • રામનાથ મહાદેવનું સન્માન ડુબાડી દેતી સરકારની નિષ્ફળ નવનિર્માણ યોજના

મુખ્યમંત્રી પણ બદલાઇ ગયા છતાં મંદિર પરિસરના ડેવલપમેન્ટનું કામ પુરૂ ન થયું : યાત્રાધામ વિકાસ બોર્ડ પાણીમાં...

દર વર્ષે ઉભી થતી ક્ષોભભરી સ્થિતિ : હાલનો માચડો તોડવો પડે તેવા પણ સંજોગો : તમામ પુજારીઓને સર્વસંમતિ સાધવા મેયર ડો.પ્રદિપ ડવનો અનુરોધ

રાજકોટ, તા. 14
રાજકોટમાં ગઇકાલે પડેલા અનરાધાર વરસાદના કારણે પુરૂ રાજકોટ પાણી પાણી થઇ ગયું હતું તો અનેક વિસ્તારોમાં આજે પણ પાણી સાથે ગંદકી ભરેલી છે. તેમાં પુરા રાજકોટના લોકોની આસ્થાને ઠેસ પહોંચાડે તેવી હાલત ઐતિહાસિક રામનાથ મહાદેવ મંદિરની થઇ ગઇ છે. નદીમાં આવેલા પુરના કારણે વધુ એક વખત પુરા પટ્ટ વિસ્તારમાં પથરાયેલી ગંદકી મંદિરને ઘેરી વળી છે જે સાફ કરવા આજે મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ ખડેપગે રહેવું પડયું હતું. આ મંદિર પરિસર ડેવલપમેન્ટનું કામ સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડે સંભાળ્યું છે, પરંતુ પુજારીઓ વચ્ચેના વિવાદ સહિતના કારણોથી આ કામ આગળ વધતું ન આજી રીવર ફ્રન્ટના સપના વચ્ચે મુળ કામ જ જર્જરીત બની ગયું છે.

ગઇકાલે ભારે વરસાદ વચ્ચે રામનાથ મંદિર તરફ જવાનો એક માત્ર અને મુખ્ય માર્ગ ધસી પડયો છે. આ રોડ બેસી જતા મંદિરનો રોડ કટ્ટ થઇ ગયો છે. આ રોડ ભકતો માટે તાત્કાલીક ચાલુ કરવો પડે તેવી સ્થિતિ છે. આ સાથે જ પાર્કિંગની જગ્યાને પણ મોટું નુકસાન પહોંચ્યુ છે. કાચી ઇંટથી બનેલી દિવાલ પણ ભાંગી જતા આરસીસી દિવાલ બનાવવાનો મત વ્યકત થયો છે. દર વર્ષે આવી સ્થિતિ સર્જાય ત્યારે મહાપાલિકા પોતાના હસ્તકના આવા કામ કરી દે છે. નદી વિસ્તારમાં ભૂગર્ભના ગંદા પાણી લાઇન મારફત પ્લાન્ટ સુધી પહોંચાડવાનું કામ પણ કર્યુ છે. પરંતુ રાજકોટના મુખ્યમંત્રી પણ બદલાઇ ગયા છતાં મંદિર નવનિર્માણનું કામ પુરૂ ન થયું તે હકીકત છે. પૂર્વ મુખ્યમંત્રીના સમયે રાજકોટના રામનાથ મહાદેવ મંદિરના ર્જીણોધ્ધારનો પ્રોજેકટ બન્યો હતો.

રાજય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ વતી જિલ્લા તંત્ર આ યોજના સંભાળે છે. મંદિર આજુબાજુમાં ઘણુ બાંધકામ પણ થયું છે. પરંતુ કામ આગળ વધ્યુ તેમ ડિઝાઇન સામે સવાલ સહિતના સંજોગો ઉભા થવા લાગ્યા હતા. આ જગ્યાએ નવનિર્માણના કામથી પુજારીઓમાં નારાજગી પણ છે. આઠ પુજારી પૈકી ઘણાના મત અલગ અલગ પડી રહ્યા છે. આજે તો ધારાસભ્ય અને મેયર સહિતના પદાધિકારીઓ રોડ બેસી જવા અને ગંદકી ઉભરાઇ જવાની સમસ્યાનો જાત અનુભવ કરવા અને તાત્કાલીક પગલા લેવા માટે સ્થળ પર ગયા હતા. પરંતુ આ જગ્યાની હાલત જોતા હવે જો રામનાથ મંદિર પરિસરના નિર્માણનું કામ પુરૂ ન થાય તો કરોડોના ખર્ચે બનનારા આજી રીવરફ્રન્ટ પ્રોજેકટની વાતોમાં પણ કોઇને રસ નહીં પડે.

કારણ કે જયાં સુધી મંદિરની ગરીમા જળવાઇ એટલું કામ ન થાય ત્યાં સુધી આ યોજનાનો મતલબ રહેવાનો નથી. ભકતોની લાગણી એવી છે કે જયારે મહાદેવના દર્શને જાય ત્યારે તેઓને કમ સે કમ ગંદકી અને દુર્ગંધનો અનુભવ કરવો ન પડે. પરંતુ ગઇકાલના ભારે વરસાદથી વધુ એક વખત પુરા નદી પટ વિસ્તારની ગંદકી ઉભરાઇને મંદિરમાં આવી જાય છે. માથુ ફાટી જાય તેવી દુર્ગંધ ફેલાતી હોય છે. આથી જ આજે મશીનરીથી ગંદકી, ગાંડીવેલ, પ્લાસ્ટીકના કચરા સાફ કરવામાં આવ્યા છે. વધુમાં ગઇકાલના વરસાદથી મંદિરનો પુરેપુરો રોડ બેસી જતા ભકતોને દર્શનમાં પણ મુશ્કેલી ઉભી થઇ છે. ઉપરાંત પાર્કિંગ અને દિવાલ પણ પડી ગયા છે.

રામનાથ મંદિર નવનિર્માણનું કામ યાત્રાધામ વિકાસ બોર્ડ સંભાળે છે. બોર્ડના ડિરેકટરો, અધિકારીઓ, ધારાસભ્યો, જિલ્લાના અધિકારીઓ આ મંદિર નવનિર્માણ માટે અનેક મોટી મોટી વાતો કરી ચુકયા છે. પરંતુ કામ હાલ જરાપણ આગળ વધતું નથી તે હકીકત છે. આ અંગે મેયર ડો.પ્રદિપ ડવનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે આઠ પુજારી પરિવારો તેઓને કઇ પ્રકારનું બાંધકામ અને ડિઝાઇન જોઇએ છે તે નકકી કરવા સૂચન કર્યુ છે. તમામનો મત એક બને અને સામાન્ય ડિઝાઇનથી કામ આગળ વધે તો તુરંત મંદિરનું નવનિર્માણ થઇ શકે છે. પરંતુ આ માટે સર્વસંમતિ જરૂરી છે. આ પ્રશ્નોના નિવારણ અને સર્વસંમતિનો રીપોર્ટ સરકારને મોકલવાનો થશે. આ માટે ધારાસભ્ય અને પોતે પણ સંકલન કરશે તેવું મેયરે કહ્યું હતું.

શહેરના સૌથી જુના પૈકીના રામનાથ મહાદેવ મંદિરની હાલત સરકારે પ્રોજેકટ શરૂ કર્યા બાદ વધુ બગડી ગઇ છે. મંદિર જગ્યાના ર્જીણોધ્ધારની યોજના પુરૂ થવાનું નામ લેતી ન હોય, હવે બેદરકારીના કારણે પણ આસ્થાનું અપમાન થઇ રહ્યું છે. ગઇકાલના ભારે વરસાદથી સ્થળ પર ઉભી થયેલી સ્થિતિ, ભાંગી ગયેલો રોડ, દિવાલ સહિતની હાલત જોવા દોડેલા ભાજપના પદાધિકારીઓ પણ નજરે પડે છે. (તસ્વીર : દેવેન અમરેલીયા)

મનપા દોડી : રામનાથ મંદિર ફરતે સઘન સફાઇ
મેયર ડો. પ્રદિપ ડવ, ધારાસભ્ય ગોવિંદભાઇ સહિતની ટીમને સ્થળ પર ખાડા રીપેરીંગ સહિતનું કામ શરૂ કરાવ્યું
રાજકોટ, તા. 14
રાજકોટમાં રામનાથ મહાદેવ મંદિર ફરતે ફરી ગઇકાલના વરસાદથી ગંદકીનો ઘેરાવ થઇ જતા ભકતોની લાગણી દુભાય છે આજે યુધ્ધના ધોરણે મનપાના તંત્રવાહકોએ સઘન સફાઇનું કામ શરૂ કરાવ્યું છે. આજી નદીમાં પુરના કારણે ઉપરવાસથી આવેલ કચરો, ગંદકી, ઝાડા-જાખરા વિગેરે મંદિર પાસે થર જામી જતા હોય છે.

રામનાથ મહાદેવ મંદિર શહેરીજનો માટે એક આસ્થાનુ પ્રતિક હોય પુરના કારણે મંદિર તથા મંદિરની આજુબાજુ ગંદકીની સફાઈ માટે ધારાસભ્ય તથા પદાધીકારીની ઉપસ્થિતિમાં તંત્ર દ્વારા ઝુંબેશના સ્વરૂપે કાર્યવાહી શરૂ કરવામાં આવેલ તેમજ મંદિર લાગુ રસ્તા પર પડેલ ખાડાની તાત્કાલિક મરામત કરવા, મંદિરના પરિસરમાં તેમજ આજુબાજુ સ્વચ્છ બંને તે માટે સંબંધક અધિકારીઓને સુચના આપેલ હોવાનું મેયરે જણાવ્યું હતું. ગઈકાલે શહેરમાં ખૂબજ સારો વરસાદ પડતા આજી નદીમાં પુર આવેલ હતું.

આજી નદીના કાંઠે સ્વયંભુ બિરાજતા રામનાથ મહાદેવ મંદિરને પુરના પાણી ફરી વળતા મંદિર તથા મંદિરની આજુબાજુ કચરો ભેગો થયેલ છે જયાં વ્યવસ્થિત સફાઈ થાય તેના અનુંસધાને આજે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, ડે.કમિશનર એ.આર. સિંઘ, વોર્ડ નં.7ના કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા, પ્રભારી પ્રતાપભાઈ વોરા, અનિલભાઈ લીંબડ, રાજુભાઈ મુંધવા, ડે. એન્જી.પટેલીયા, પર્યાવરણ અધિકારી નિલેશભાઈ પરમાર, નાયબ પર્યાવરણ અધિકારી ઝીંઝાળા વગેરે ઉપસ્થિત રહેલ હતા.


Related News

Loading...
Advertisement
Advertisement