પછાત વિસ્તારના લોકો માટે ભોજનની વ્યવસ્થા કરો : કેશડોલ્સ પણ ચૂકવવા કમિશ્નરને રજૂઆત

14 September 2021 06:50 PM
Rajkot
  • પછાત વિસ્તારના લોકો માટે ભોજનની વ્યવસ્થા કરો : કેશડોલ્સ પણ ચૂકવવા કમિશ્નરને રજૂઆત

કોંગી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી અને વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીનું આવેદનપત્ર

રાજકોટ, તા. 14
રાજકોટમાં ધોધમાર વરસાદથી પ્રિમોન્સુન કામગીરી ઉઘાડી પડી છે ત્યારે હેરાન થયેલા લોકો માટે હજુ ત્રણ દિવસ ભોજન અને ટીફીનની વ્યવસ્થા કરવા તથા રોકડસહાય(કેશડોલ્સ) પણ ચૂકવવા કોંગ્રેસે માંગણી કરી છે.

આજે કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી અને વિપક્ષી નેતા શ્રીમતી ભાનુબેન સોરાણીએ કમિશ્નરને આવેદન આપી જણાવ્યું હતું કે તમામ બ્રીજ, નાલા, હેઠવાસના વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. આ કામોની વિજીલન્સ તપાસ થવી જોઇએ. પછાત વિસ્તારમાં ભરાયેલા પાણીથી રોગચાળો ન ફેલાય તે માટે તુરંત પગલા લેવાની જરૂરીયાત છે.

વધુમાં અનેક જગ્યાએ લોકોએ નાછૂટકે જાતે સ્થળાંતર કરવું પડયું હતું. વોર્ડ નં. 1, 3 થી 7, 9 અને 14 થી 18માં વરસાદે વધુ નુકસાન કર્યુ છે આથી પછાત વિસ્તારના લોકોને ભોજન અને ટીફીનની વ્યવસ્થા આપવાની જરૂર છે. ગરીબ કુટુંબોનો સર્વે કરી તેમને કેશડોલ્સ ચૂકવવાની રજૂઆત પણ તેઓ દ્વારા કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement