મોદીનો અમેરિકા પ્રવાસ નિશ્ચીત: તા.24ના રોજ વ્હાઈટ હાઉસમાં કવાડ બેઠક: તા.25ના રાષ્ટ્રસંઘને સંબોધન

14 September 2021 06:53 PM
India World
  • મોદીનો અમેરિકા પ્રવાસ નિશ્ચીત: તા.24ના રોજ વ્હાઈટ હાઉસમાં કવાડ બેઠક: તા.25ના રાષ્ટ્રસંઘને સંબોધન

વડાપ્રધાન વોશિંગ્ટન-ન્યુયોર્કનો પ્રવાસ કરશે: કોરોનાકાળ બાદનો પ્રથમ મોટો પ્રવાસ: બાઈડન સાથે દ્વીચક્રી બેઠક યોજશે

નવી દિલ્હી:
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તા.22ના રોજ અમેરિકાના પાંચ દિવસની મુલાકાતે જઈ રહ્યા છે અને તા.24ના રોજ અમેરિકી પ્રમુખ શ્રી જો બાઈડન દ્વારા યોજાયેલ કવાડ-રાષ્ટ્રોની બેઠકમાં હાજરી આપશે. ચીન સામે ઈન્ડો પેસીફીક સમજુતી મુજબ કવાડ રાષ્ટ્રની બેઠક તા.24ના રોજ મળનાર છે.

જેમાં બાઈડન અને મોદી ઉપરાંત ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન શ્રી સ્કોટ મોરીસ તથા જાપાનના વડાપ્રધાન યોથીહીડે સુગા પણ હાજર રહેનાર છે. બાઈડન પ્રમુખ બન્યા બાદ કવાડ રાષ્ટ્રોના વડાઓની રૂબરૂ મળનારી આ પ્રથમ બેઠક છે. માર્ચમાં પ્રથમ વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ બેઠક વ્હાઈટ હાઉસમાં યોજાશે. ખાસ કરીને ચીને જે રીતે સાઉથ ચાઈના-સી માં આક્રમક વલણ અપનાવ્યું છે અને હવે અફઘાનીસ્તાનમાં પણ ચીનની દખલગીરી વધી છે

તેની સામે અમેરિકા એક મજબૂત મોરચો તૈયાર કરવા જઈ રહ્યું છે. 13 લાખ સ્કવેર મીટરના સાઉથ ચાઈના સમુદ્ર પર ચીન પોતાનું સંપૂર્ણ પ્રભુત્વ માંગે છે. શ્રી મોદી તા.25ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાને પણ સંબોધન કરશે. હાલની અફઘાનીસ્તાનની સ્થિતિમાં શ્રી મોદીનું આ સંબોધન મહત્વનું બની રહેશે.
શ્રી મોદી ન્યુયોર્કમાં ભારત-અમેરિકા વ્યાપાર બેઠકને પણ સંબોધન કરશે જેમાં અમેરિકી ઉદ્યોગપતિઓ પણ હાજરી આપશે.


Related News

Loading...
Advertisement
Advertisement