અમદાવાદમાં પફનાં કારખાનામાં ઓવનની કારણે ગુંગળામણથી 3નાં મોત

14 September 2021 07:01 PM
Ahmedabad Crime
  • અમદાવાદમાં પફનાં કારખાનામાં ઓવનની કારણે ગુંગળામણથી 3નાં મોત

અમદાવાદ તા.14
અમદાવાદનાં ઘાટલોડીયામાં આવેલા યુકેએસ નામનાં પફ બનાવવાના કારખાનામાં રહી મજુરીકામ કરતાં 3 પરપ્રાંતીય મજુરોનાં મોત નિપજયા છે. પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યા મુજબ કારખાનામાં ગુંગળામણનાં કારણે તેઓનાં મોત થયા છે. હાલ એફએસએલની ટીમને જાણ કરવામાં આવી છે.

ઘાટલોડીયા પોલીસ સ્ટેશનનાં પીઆઈ વાઘેલાએ જણાવ્યું કે, કારખાનામાં યુપીનાં ઈબ્રાહીમ (ઉ.45), અસલમ (ઉ.21) અને હસન (ઉ.15) રહેતા હતાં. કારખાનામાં પફ બનાવવાનાં ભારેખમ મશીનની સ્વીચ શરુ રહી જતાં ગુંગળામણને કારણે તેઓનાં મોત થયાનું હાલ જાણવા મળ્યું હતું. મહત્વનું છે કે, હજુ 15 દિવસ પહેલાં જ આ કારખાનું શરુ થયું હતું ત્યાં આવી દુર્ઘટના થવા પામી છે.


Related News

Loading...
Advertisement
Advertisement