ગુરૂવારે ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધિ

14 September 2021 07:02 PM
Ahmedabad Gujarat
  • ગુરૂવારે ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધિ

ગાંધીનગરમાં કેબીનેટના નવા ચહેરાઓની પસંદગીનો ધમધમાટ : ગૃહમંત્રી અમિત શાહની ફોર્મ્યુલા પર મંત્રીમંડળ રચવા પ્રભારી ભુપેન્દ્ર યાદવ, મહામંત્રી રત્નાકર- પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા મુખ્યમંત્રી વચ્ચે બેઠકોનો દૌર

આ ટીમમાં 23-25 સભ્યોનું બે સ્તરનું મંત્રીમંડળ શકય: થોડી જગ્યા ખાલી રખાશે: તમામ ધારાસભ્યોને કાલે ગાંધીનગર પહોંચવા સૂચના

રાજકોટ: ગુજરાતમાં નવી રચાયેલી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળની ગુરુવારે શપથવિધિ યોજાશે. ભાજપના તમામ ધારાસભ્યોને આવતીકાલ સાંજ સુધીમાં ગાંધીનગર જવા સૂચના અપાઈ છે અને ગુરુવારે સવારે શપથવિધિ યોજાશે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગઈકાલ બપોર બાદ મંત્રીમંડળની રચનાની ચર્ચા શરુ કરી હતી અને શપથવિધિ બાદ તુર્ત જ રાજભવનમાં કેન્દ્ર ગૃહમંત્રી શ્રી અમીત શાહે નવા મુખ્યમંત્રી શ્રી પટેલ સાથે લાંબી ચર્ચા કરી હતી તો ગઈકાલે સાંજે શ્રી શાહના નિવાસે તથા આજે સવારે અમદાવાદ શાહીબાગ ખાતે પણ અમીત શાહે દિલ્હી જતા પુર્વે મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ સાથે ચર્ચા કરી હતી. આ તમામ સમયે ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ સતત હાજર હતા અને બાકીનો દૌર શ્રી યાદવે સંભાળી લીધો છે. આજે સાંજ સુધીમાં નવા મંત્રીઓના નામ નિશ્ર્ચિત થઈ જશે અને કાલે સાંજે તમામ ધારાસભ્યો ગાંધીનગર પહોંચી ગયા બાદ નેતાને જાણ થઈ શકે છે. શ્રી ભુપેન્દ્ર યાદવ અને સી.આર.પાટીલ સતત સાથે રહીને નામોની યાદીને આખરી ઓપ આપી રહ્યા છે જે પછી દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે.પી.નડ્ડા તથા ગૃહમંત્રી શ્રી અમીત શાહ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મોકલી તેમની મંજુરી મળ્યા બાદ રીલીઝ થશે.


Related News

Loading...
Advertisement
Advertisement