તો કંગના સામે ધરપકડ વોરંટ માનહાની કેસમાં હાજર થવા ફરમાન

14 September 2021 07:05 PM
Entertainment
  • તો કંગના સામે ધરપકડ વોરંટ માનહાની કેસમાં હાજર થવા ફરમાન

મુંબઈ તા.14
કવિ-ગીતકાર જાવેદ અખ્તર દ્વારા દાખલ કરવામાં આવેલી બદનક્ષીની કાર્યવાહીમાં અભિનેત્રી કંગના રનોતને રજુઆતમાંથી મુકિત આપતા મંગળવારે મેટ્રોપોલીટન મેજી.ની અદાલતે કહ્યું હતું કે તે આગામી સુનાવણી દરમ્યાન ગેરહાજર રહેશે તો તેની સામે ધરપકડ વોરંટ જાહેર કરાશે.ત્યારે કંગનાના વકીલે જણાવ્યું કે, તેને કોરોના જેવા લક્ષણો દેખાઈ રહ્યા છે.તેની તબીયત પણ ખરાબ છે તેથી ટુંકી મુદત માંગુ છું.

તો અખ્તરનાં વકીલે દલીલ કરતાં જણાવ્યું કે, કેસ લંબાઈ રહ્યો છે. ફેબ્રુઆરીથી કોર્ટે તેની સામે પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારથી કંગના 8 સુનાવણી ચુકી ગયા છે. જોકે કોર્ટે આગામી 20 તારીખ નકકી કરી છે કોર્ટે જણાવ્યું હતું કે જો આ વખતે કંગના રાણાવત સુનાવણીમાં હાજર નહિં રહે તો તેની સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement