રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાં કેસ શુન્ય: રસીકરણ યથાવત

14 September 2021 07:05 PM
Rajkot
  • રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાં કેસ શુન્ય: રસીકરણ યથાવત

આજે વધુ 4014 લોકોને વેકિસન ડોઝ અપાયો

રાજકોટ તા.14
સૌરાષ્ટ્રની સાથે રાજકોટ જીલ્લામાં પણ કોરોના લહેર તળીયે બેસી જતા તંત્ર અને લોકોએ રાહત અનુભવી છે. લોકોમાં કોરોનાનો ડર દુર થયો છે રાજકોટ મનપા આરોગ્ય શાખાની ટેસ્ટીંગ કામગીરીમાં આજે બપોર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.રાજકોટ શહેરમાં આજ દિન સુધીમાં કુલ 42814 પોઝીટીવ કેસમાંથી કુલ 42347 ડીસ્ચાર્જ થયા છે આજે બપોર સુધીમાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી.રસીકરણ કામગીરીમાં આજે બપોર સુધીમાં વેકિસન સેન્ટરો પર 4014 લોકોને વેકિસનનો ડોઝ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement