મોદીએ અલીગઢના તાળાના મુસ્લીમ સેલ્સમેન સાથેની પિતાની મિત્રતાની યાદ શેર કરી

14 September 2021 07:22 PM
India
  • મોદીએ અલીગઢના તાળાના મુસ્લીમ સેલ્સમેન સાથેની પિતાની મિત્રતાની યાદ શેર કરી

એ મુસ્લીમ સેલ્સમેન તેના પૈસા મારા પિતાને સાચવવા આપતા:મોદી

અલીગઢ તા.14
અલીગઢમાં જાટ રાજા મહેન્દ્ર પ્રતાપસિંહનાં નામે બની રહેલી યુનિ.ના શિલાન્યાસ કાર્યક્રમમાં મોદીએ પોતાની બાળપણની યાદ શેર કરી જણાવ્યું હતું કે અલીગઢનો મુસ્લીમ તાળાવાળો પિતાજીનો મિત્ર હતો. મોદીએ જણવ્યું હતું કે હજુ સુધી લોકો પોતાના ઘર કે દુકાનની સુરક્ષા માટે અલીગઢનાં ભરોસે રહે છે.

કારણ કે અલીગઢનું તાળુ લાગે છે આ વાત 55-60 વર્ષ પહેલાની છે.અલીગઢના જે સેલ્સમેન હતા તે મુસ્લીમ મહેરબાન હતા. તે ત્રણ મહિના અમારા ગામ આવતા હતા. મારા પિતાની આવા એક તાળાનાં મુસ્લીમ સેલ્સમેન સાથે સારી દોસ્તી હતી તે ચાર-પાંચ દિવસ અમારા ગામ રોકાતા જે પૈસા વસુલ કરતા તે મારા પિતાજી પાસે રાખતા હતા. મારા પિતાજી તેમના પૈસા સાચવતા હતા.

જયારે તે સેલ્સમેન અમારૂ ગામ છોડીને જાય તે મારા પિતા પાસેથી પૈસા લઈ ટ્રેનથી નીકળી જતો હતો. બાળપણમાં બે નામ સાંભળ્યા હતા અલીગઢ અને સીતાપુર અમારા ગામમાં કોઈને આંખની બિમારી હોય તો લોકો કહેતા સીતાપુર જાઓ.


Related News

Loading...
Advertisement
Advertisement