રાણાની ફિલ્મ ‘હાથી મેરે સાથી’ 18મીએ ઓટીટી પર રિલીઝ

14 September 2021 07:30 PM
Entertainment
  • રાણાની ફિલ્મ ‘હાથી મેરે સાથી’ 18મીએ ઓટીટી પર રિલીઝ

સાઉથની આ હિન્દી વર્ઝન ફિલ્મની રીલીઝ કોરોનાની બીજી લહેરના કારણે અટકી હતી

મુંબઈ:
‘બાહુબલી’ ફેમ રાણા દગ્દુબાતીની ફોરેસ્ટ ડ્રામા ફિલ્મ ‘અરણ્ય’ની હિન્દી આવૃતિ ‘હાથી મેરે સાથી’ તા.18 સપ્ટેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર સિનેમા પર રીલીઝ થઈ રહી છે.
કોરોનાની બીજી લહેર પહેલા આ ફિલ્મની તમિલ અને તેલુગુ આવૃતિ રિલીઝ થઈ હતી. ઉતર ભારતમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનોના વધેલા કેસના કારણે આ ફિલ્મનાં હિન્દી વર્ઝનની રીલીઝ મુલત્વી રહી હતી. જે હવે 18મીએ ડીઝીટલ પ્લેટફોર્મમાં રજુ થઈ રહી છે.રાણા દગ્દુબાતી હાલ તેની ફિલ્મ ‘વિરાટ પર્વત’ના શુટીંગમાં બીઝી છે. વિરાટ પર્વની પણ ઓટીટી પર રીલીઝની અફવા હતી પણ હવે ખબર છે કે મેકર્સ ફિલ્મને પહેલા થીયેટરમાં રીલીઝ કરવા માંગે છે.


Related News

Loading...
Advertisement
Advertisement