જામનગર જિલ્લામાં કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત નહીં રહે : CM ભુપેન્દ્ર પટેલ

14 September 2021 08:27 PM
Jamnagar Gujarat Saurashtra
  • જામનગર જિલ્લામાં કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત નહીં રહે : CM ભુપેન્દ્ર પટેલ
  • જામનગર જિલ્લામાં કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત નહીં રહે : CM ભુપેન્દ્ર પટેલ
  • જામનગર જિલ્લામાં કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત નહીં રહે : CM ભુપેન્દ્ર પટેલ
  • જામનગર જિલ્લામાં કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત નહીં રહે : CM ભુપેન્દ્ર પટેલ
  • જામનગર જિલ્લામાં કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત નહીં રહે : CM ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ જામનગર પંથકની મુલાકાત લઈ નુકસાનીનો તાગ મેળવ્યો : 41000 હેક્ટર જમીનને નુકસાન, ઉપરાંત 84 ગામોમાં વીજળી વેરણ થઈ છે જે આવતીકાલ સુધીમાં પૂર્વવત થશે

જામનગર:
જામનગર પંથકમાં થયેલી જળ હોનારત જેવી સ્થિતિને પગલે જામનગર શહેર જિલ્લાના અનેક વિસ્તારો પુર પ્રભાવિત થયા છે, તેવા સંજોગો વચ્ચે ગઈકાલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભુપેન્દ્ર પટેલ આજે જામનગર પંથકની મુલાકાતે આવ્યા હતા.

મુખ્યમંત્રીએ જામનગરના ધુંવાવ ખાતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પીડિતોની વેદના સાંભળી છે.

જામનગરમાં વરસેલા વરસાદે ઠેર-ઠેર વિનાશ વેરતા નવનિયુક્ત મુખ્યમંત્રી જામનગરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે દોડી આવ્યા હતા. આ તકે ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી વરસાદથી તેમને થયેલા નુકસાનની વિગતો ગ્રામજનો પાસેથી પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.


મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાયની ખાતરી આપતા કહ્યું કે, કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ પૂર પ્રભવીત વિસ્તારના લોકોનું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.

વધુમાં જામનગરના અસરગ્રસ્ત મહાપ્રભુજીની બેઠક વિસ્તારની મુખ્યમંત્રીએ મુલાકાત લઈ પીડિતોની વેદના સાંભળી સહાય અંગે વાયદો કર્યો હતો. મુલાકાત બાદ મુખ્યમંત્રીએ કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિસદ યોજી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ભારે વરસાદની આ ઘડીમાં જામનગર કલેકટર તંત્ર, મ્યુ.કમિશનર અને પોલીસ તંત્રએ બિરદાવવા લાયક કામગીરી કરી છે. પુરની પરિસ્થિતિને પગલે ગમ્ય વિસ્તારોમાં 4760 લોકોનું સ્થળાંતર કરાયું છે અને 144 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં 724 લોકોનું રેસ્ક્યુ અને 1146 લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે 41000 હેક્ટર જમીનને નુકસાન થયું છે. આ ઉપરાંત 84 ગામોમાં વીજળી વેરણ થઈ છે જે આવતીકાલ સુધીમાં પૂર્વવત થશે તેમ જણાવ્યું હતું.

મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સાથે જામનગરના સાંસદ પૂનમબેન માડમ ,પૂર્વ મંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર બીનાબેન તેમજ અન્ય પદાધિકારીઓ, મુખ્ય સચિવ પંકજ કુમાર, મ્યુ.કમિશનર વિજય ખરાડી, કલેકટર સૌરભ પારઘી સહિતના જોડાયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement