આતંકવાદીઓની દેશમાં મોટા વિસ્ફોટ કરવાની યોજના નિષ્ફળ: દિલ્હી પોલીસે બે પાકિસ્તાની સહિત 6 આતંકીની ધરપકડ કરી

14 September 2021 08:54 PM
Dhoraji India
  • આતંકવાદીઓની દેશમાં મોટા વિસ્ફોટ કરવાની યોજના નિષ્ફળ: દિલ્હી પોલીસે બે પાકિસ્તાની સહિત 6 આતંકીની ધરપકડ કરી

આતંકવાદીઓ દેશભરમાં તહેવારોની સીઝનમાં આતંકવાદી કૃત્યોને અંજામ આપવાનો પ્રયાસ: સાથે જાણીતા લોકોને ટાર્ગેટ કિલીંગ દ્વારા નિશાન બનાવવાની પણ યોજના હતી

નવી દિલ્હીઃ
દિલ્હી પોલીસને આતંક વિરુદ્ધ અભિયાનમાં એક મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હીથી બે પાકિસ્તાની સહિત કુલ 6 આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓના આઈએસઆઈ અને અન્ડરવર્લ્ડ મોડ્યૂલ સાથે જોડાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પાકિસ્તાન પ્રાયોજિત ટેરર મોડ્યૂલના બે આતંકીઓની ટ્રેનિંગ પાડોશી દેશમાં થઈ છે. આ આતંકીઓની પાસે મોટી માત્રામાં ગોળા-બારૂદ અને હથિયાર જપ્ત થયા છે. પાકિસ્તાનના આતંકીઓના નામ ઓસામા અને જિશાન જાણવા મળી રહ્યાં છે. શરૂઆતી જાણકારી સામે આવી છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ત્યાં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાનું પ્લાનિંગ હતું.

દિલ્હી પોલીસે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે ઝડપાયેલા આતંકી દેશમાં આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. આ આતંકી વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યાં હતા અને સાથે ટાર્ગેટ કિલિંગ દ્વારા મોટા લોકોને નિશાન બનાવી શકતા હતા. પોલીસે જણાવ્યું કે આતંકીઓની પાસેથી આઈઈડી અને આરડીએક્સ પણ જપ્ત કરવામાં આવ્યું છે. તેમાંથી બે આતંકીઓના સંપર્ક અન્ડરવર્લ્ડ સાથે હતા.

વધુમાં જણાવ્યું કે મંગળવારે સવારે એક સાથે અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ એક શંકાસ્પદ સમીરને મહારાષ્ટ્રથી જ્યારે બે આતંકીઓની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ મસ્કતના રસ્તે પાકિસ્તાનમાં ટ્રેનિંગ લેવા ગયા હતા ત્યારબાદ ભારતમાં સ્લીપર સેલની જેમ કામ કરી રહ્યાં હતા.

પોલીસે જણાવ્યું કે તહેવારોની સીઝનમાં આ આતંકી દેશના અલગ-અલગ ભાગમાં એલઈડી બ્લાસ્ટ કરવાના પ્લાનિંગમાં હતા. પોલીસે જણાવ્યું કે દશેરા અને નવરાત્રી દરમિયાન દેશમાં ધમાકો કરી શકતા હતા સાથે તેણે પાકિસ્તાનથી ટ્રેનિંગ લીધી હતી. પોલીસ પ્રમાણે આતંકીઓ બે ગ્રુપ બનાવી ઓપરેટ કરી રહ્યાં હતા અને તેનું એક જૂથ ફન્ડિંગ માટે કામ કરી રહ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement