રાજ્યમાં કોરોના વિરોધી વેકસીન જીત તરફ: નવા માત્ર 11 પોઝિટિવ સામે 19 દર્દીઓ સાજા થયાં

14 September 2021 09:18 PM
Rajkot Health
  • રાજ્યમાં કોરોના વિરોધી વેકસીન જીત તરફ: નવા માત્ર 11 પોઝિટિવ સામે 19 દર્દીઓ સાજા થયાં

રાજકોટ કોરોના મુક્ત થવા તરફ સતત શુન્ય કેસ: રિકવરી રેટ 98.76 ટકા યથાવત: એક્ટિવ કેસની સંખ્યા ઘટીનેને 153 પર પહોંચી હતી

રાજકોટ:
રાજ્યમાં કોરોના વિરોધી વેકસીન જીત તરફ આગળ વધતી હોય તેમ વાયરસની અસર ધીમે ધીમે ઘટાડો થતો હોય તેમ આજે નવા માત્ર 11 કેસ સામે આવ્યા હતા.જ્યારે 19 દર્દીઓ સાજા થયા હતા, જ્યારે રાજકોટ જિલ્લામાં આજે પણ શુન્ય કેસ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.તેમજ 27 જિલ્લામાં આજે કોરોનાના કોઈ દર્દી નોંધાયા ન હતા. અને કુલ 8.25 લાખ સંક્રમિતોમાંથી 815386 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આજે રિકવરી રેટ 98.76 ટકા યથાવત રહ્યો હતો. તેમજ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 153 પર પહોંચી હતી.

ગુજરાતના 27 જિલ્લા જેમાં અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જુનાગઢ, ખેડા, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં કોઇ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, સુરત ગ્રામ્ય અને વડોદરા ગ્રામ્યમાં પણ શૂન્ય કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે એક પણ મોત નોંધાયું ન હતું. રાજયમાં કુલ 4 દર્દી વેન્ટિલેટર પર છે.જ્યારે 149 દર્દીઓ સ્ટેબલ છે.રાજ્યનો કુલ મૃત્યુઆંક 10082 તથા કુલ પોઝિટિવ કેસનો આંક 825623 પર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલ કેસ
કચ્છ-વડોદરા 3, અમદાવાદ 2, ભાવનગર-જામનગર અને સુરતમાં 1-1 કેસ નોંધાયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement