રાજકોટમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે સાંસદ અને ભાજપ અગ્રણી વચ્ચે તું-તું મેં-મેં : ભારે ગરમા-ગરમી

14 September 2021 11:38 PM
Rajkot Gujarat Politics Saurashtra
  • રાજકોટમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે સાંસદ અને ભાજપ અગ્રણી વચ્ચે તું-તું મેં-મેં : ભારે ગરમા-ગરમી
  • રાજકોટમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે સાંસદ અને ભાજપ અગ્રણી વચ્ચે તું-તું મેં-મેં : ભારે ગરમા-ગરમી
  • રાજકોટમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે સાંસદ અને ભાજપ અગ્રણી વચ્ચે તું-તું મેં-મેં : ભારે ગરમા-ગરમી
  • રાજકોટમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે સાંસદ અને ભાજપ અગ્રણી વચ્ચે તું-તું મેં-મેં : ભારે ગરમા-ગરમી

નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત જ રાજકોટ આવ્યાને ભાજપ આગેવાનોમાં લાગી પડી : લાઈનમાં ઉભા રહેવા બાબતે શાબ્દિક ટપાટપી થયાની ચર્ચા

રાજકોટઃ
રાજકોટમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે સાંસદ મોહનભાઈ કુંડારિયા અને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ચેતન રામાણી વચ્ચે તું-તું મેં-મેં થતા ભારે ગરમા-ગરમી જોવા મળી હતી. નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રથમ વખત જ રાજકોટ આવ્યાને ભાજપ આગેવાનોમાં લાગી પડી હતી. લાઈનમાં ઉભા રહેવા બાબતે શાબ્દિક ટપાટપી થયાની ચર્ચા થઈ રહી છે.

મળતી વિગત મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે રાજકોટ જિલ્લાના વાગુદડ ગામ આસપાસના વિસ્તારના અસરગ્રસ્તોને મળ્યા હતા. અને પૂરની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. તેમના આગમન પૂર્વે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, તમામ ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મેયર પ્રદીપભાઈ ડવ અને રાજકોટ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ચેતનભાઈ રામાણી સહિતના અગ્રણીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. આ બધા આગેવાનો મુખ્યમંત્રીને આવકારવા માટે ઉભા હતા ત્યારે લાઈનમાં એક પછી એક આગેવાનોને ઉભા રહેવાનું કહેવાતા સાંસદ મોહનભાઈ કુંડારિયા અને જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ચેતનભાઈ રામાણી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી.

ભાજપમાં ક્યારેય આ રીતે જાહેરમાં આગેવાનો તું-તું મેં-મેં કરતા જોવા મળતા નથી, ત્યારે નવનિયુક્ત મુખ્યમંત્રીની રાજકોટ ખાતેની પ્રથમ મુલાકાતમાં જ આવા દ્રશ્યો જોવા મળતા ભારે ચર્ચાનો માહોલ છવાયો છે. બન્ને નેતાઓ વચ્ચેની ટપાટપીમાં 'મર્યાદામાં રહેજો', 'તમે જ્યારથી ભાજપમાં છો ત્યારથી હું પણ છું' વગેરે શબ્દોના બાણ ચાલ્યા હતા.

ચેતનભાઈ રામાણીએ મોહન કુંડારીયાને 7 વર્ષથી કાર્યાલય ન ખોલવા મામલે ટોણો માર્યો હતો અને ઉશ્કેરાયા હોય તે રીતે કુંડારીયાને મર્યાદામાં રહેવા મોઢે મોઢ કહીં દીધું હતું. આથી મોહન કુંડારિયા રોષે ભરાયા હતા અને તમારે જે કરવું તે કરવાનું? તેવો પ્રશ્ન કરતા ત્યારે ચેતન રામાણીએ કહ્યું કે, તમે કહ્યું કે આઘા કરો. બાદમાં કુંડારીયાએ કહ્યું કે, 'તમારે જેમ ફાવે તેમ બોલવાનું??' બંને વચ્ચે મામલો વધુ ઉગ્ર બને તે પહેલાં જ ત્યાં હાજર રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી અને મેયર પ્રદીપભાઈ ડવે વચ્ચે પડી બંનેને શાંત કર્યા હતા.

આ શાબ્દિક યુદ્ધ કેમેરામાં કેદ થતા વીડિયો વાઇરલ થયા હતા અને ભાજપમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે.

● 'હું સહન કરી લઉં, કોઈને ફરિયાદ નહીં કરું'

સમગ્ર ઘટના અંગે મીડિયા સાથે વાત કરતા સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, લાઈનમાં ઉભા રહેવાને લઈ ચર્ચા કરી હતી. ચેતનભાઈ જે કંઇ બોલ્યા તે તેનો સ્વભાવ છે. હું સહન કરી લઉં, ક્યારેય કોઈ ફરિયાદ કરી નથી, અને કોઈને ફરિયાદ કરવાનો પણ નથી. એ મારો સ્વભાવ નથી.


Related News

Loading...
Advertisement
Advertisement