રાજકોટ જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોનો એક-બે દિવસમાં જ સરવે થશે : મુખ્યમંત્રીના આદેશ છૂટ્યા

15 September 2021 12:00 AM
Rajkot Government Gujarat Politics Saurashtra
  • રાજકોટ જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોનો એક-બે દિવસમાં જ સરવે થશે : મુખ્યમંત્રીના આદેશ છૂટ્યા

● CM ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત રાજકોટ જિલ્લાની મુલાકાત લઈ જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલ કામગીરીની સમીક્ષા કરી, ટીમ વર્કના કર્યા વખાણ ● હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે જાહેર કરવામાં આવેલ ‘રેડ’ અને ‘યલો’ એલર્ટના પગલે વહિવટી તંત્રને ‘સ્ટેન્ડ ટુ મોડ’માં રહી પરિસ્થિતિ ઉપર નજર રાખવા મુખ્યમંત્રીની તાકીદ

રાજકોટ:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ભારે વરસાદથી અસરગ્રસ્ત રાજકોટ જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્તો સાથે સંવાદ કરી કુદરતી આપત્તિના આ સમયમાં સરકાર તેમની પડખે છે તેવી હૈયા ધારણા આપી હતી. ત્યાર બાદ તેમણે રાજકોટ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રશાસન દ્વારા હાથ ધરાયેલ કામગીરીની સર્વગ્રાહિ સમિક્ષા કરી હતી અને પત્રકારોને પણ સંબોધીયા હતા. તેમણે કહ્યું હતું કે, એક - બે દિવસમાં જ સરવેની કામગીરી થશે.

મુખ્યમંત્રીએ ઉપસ્થિત અધિકારીઓ પાસેથી જિલ્લામાં થયેલ નુકસાનીની વિગતો મેળવી અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીના સરવેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તથા હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે જાહેર કરવામાં આવેલ ‘રેડ’ અને ‘યલો’ એલર્ટના પગલે વહિવટી તંત્રને ‘સ્ટેન્ડ ટુ મોડ’માં રહી પરિસ્થિતિ ઉપર નજર રાખવા તાકીદ કરી હતી.

આ બેઠક બાદ પત્રકારો સાથેના સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે કુદરતી આપત્તિના આ સમયમાં અધિકારી - પદાધિકારીઓએ પરસ્પરના સંકલન સાથે કરેલ કાર્ય સરાહનીય છે. આ કપરા સમયમાં જિલ્લાના ગ્રામિણ વિસ્તારોના ૩૩૦૬ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતુ, જે પૈકી ૨૭૩૩ જેટલા લોકો પોતાના ઘરે પરત ગયા છે. આ ઉપરાંત ૫૧૭ લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ રાજકોટ જિલ્લામાં થઈ રહેલી કામગીરીની વિગતો આપતા કહ્યું કે વરસાદના જે પાણી ભરાઇ ગયા હતા તે હવે ઓસરી ગયા છે. જિલ્લામાં જિલ્લાના ૮૨ જેટલા ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ હતી, તેમાંથી હવે માત્ર ૩ ગામો જ પૂર્વવત થવાના બાકી છે. રાજકોટમાં આવતીકાલ સુધીમાં જનજીવન પૂર્વવત થઈ જશે તે રીતે કાર્યવાહી થઈ રહી છે.

મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રાજકોટ જિલ્લાના સાંસદો તેમજ ધારાસભ્યોએ રાજકોટ તેમજ પોરબંદર વિસ્તારમાં પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી અને વરસાદ બાદ રોડ-રસ્તા, ખેતર, ઘરો અને જાનમાલની થયેલ નુકસાનીનો વહેલી તકે સરવે પૂર્ણ કરી અસરગ્રસ્ત લોકોને જરૂરી સુવિધા પુરી પાડવા સૂચન કરાયું હતું.

અધિકારીઓએ પ્રેઝન્ટેશન દ્વારા રાજકોટ શહેર તેમજ જિલ્લામાં પ્રસાશન દ્વારા કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ રજુ કર્યો
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં કલેકટર અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રાજકોટ શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદ પહેલા, દરમ્યાન તેમજ ત્યારબાદ લોકોનું સલામત સ્થળે કરવામાં આવેલ સ્થળાંતર, બચાવ, રાહત, પાણીના નિકાલ અર્થે કરવામાં આવેલી કામગીરીની માહિતી પુરી પાડી હતી. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, રેન્જ આઇજી સંદીપસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીનાએ કુદરતી આફત સમયે પોલીસ દ્વારા બચાવ, રોડ ડાયવરઝન સહિતની કરવામાં આવેલ કામગીરીની માહિતી મુખ્યમંત્રીને પુરી પડી હતી. આ તકે મુખ્ય સચિવ પંકજકુમારે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
મુખ્યમંત્રી સાથે આયોજિત સમીક્ષા બેઠકમાં મેયર ડો. પ્રદીપ ડવ, સાંસદ સભ્યો મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, મનીષભાઈ ચાંગેલા, પી.જી.વી.સી.એલ.ના એમ. ડી. ધીમંત વ્યાસ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

બેઠક પૂર્ણ થયા બાદ 10.30 વાગ્યા આસપાસ મુખ્યમંત્રી રાજકોટ એરપોર્ટ ખાતેથી હવાઈ માર્ગે ગાંધીનગર જવા રવાના થયા હતા.

Related News

Loading...
Advertisement
Advertisement