ભણશાલીની વધુ એક ફિલ્મમાં કામ કરશે આલિયા ભટ્ટ

15 September 2021 04:39 PM
Entertainment India
  • ભણશાલીની વધુ એક ફિલ્મમાં કામ કરશે આલિયા ભટ્ટ

‘બૈજુ બાવરા’ માં રણવીરસિંહ સામે ચમકશે

મુંબઈ
બોલીવુડ ડાયરેકટર સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘બૈજુ બાવરા’ને નવો અપડેટ બહાર આવ્યો છે. ખબર છે કે આ ફિલ્મમાં લીડ રોલમાં આલિયા ભટ્ટ નજરે પડશે. તે આ મ્યુઝીકલ ફિલ્મમાં રણવીરસિંહ સામે ચમકશે. ‘ગંગુબાઈ કાઠીયાવાડી’ બાદ જ ભણસાલીએ મન મનાવી લીધું હતું કે તેની આગામી ફિલ્મમાં આલિયા જ લીડ રોલ કરશે. ભણશાળીને લાગે છે કે આ રોલ માટે આલિયા જ સૌથી ફીટ છે. સુત્રો જણાવે છે કે સ્ક્રીપ્ટ ડરી ગઈ હતી પરંતુ સ્ક્રીપ્ટ વાંચ્યા બાદ તેનો ડર ખતમ થઈ ગયો છે. આલિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી વાંચેલી સ્ક્રીપ્ટસમાં આ સૌથી બેસ્ટ સ્ક્રીપ્ટ છે. અલબત આ બારામાં હજુ અધિકૃત જાણકારી બહાર નથી આવી.


Related News

Loading...
Advertisement
Advertisement