કોઠારીયા કોલોની કા મહારાજાના દરબારમાં સાંજે સત્યનારાયણની કથા યોજાશે

15 September 2021 05:22 PM
Rajkot Dharmik
  • કોઠારીયા કોલોની કા મહારાજાના દરબારમાં સાંજે સત્યનારાયણની કથા યોજાશે

રાજકોટ, તા. 15
કોઠારીયા કોલોનીના આસ્થા પ્રતિક સમાન શ્રી કોઠારીયા કોલોની કા મહારાજા ગણેશ મહોત્સવ છેલ્લા રપ વર્ષથી આયોજન કરવમાં આવે છે. ભાવિકો દ્વારા ગણેશજીને દરરોજ ફુલહાર, મોદક, દુર્ગા, ધુપ-દિપ કરી પૂજન-અર્ચન કરવામાં આવે છે. આજે ગજાનન ગ્રુપ દ્વારા સાંજે સત્યનારાયણ ભગવાનની કથાનું દિવ્ય આયોજન કરેલ છે. દરરોજ 7.30 કલાકે મહાઆરતી કરવામાં આવે છે. દરરોજ પ્રસાદ વિતરણ કરાય છે. સમગ્ર પંડાલ ગણપતિ બાપા મોરીયાના ગગનચુંબી નાદથી ગુંજી ઉઠે છે. વાતાવરણ ભકિતમય બની જાય છે. ધર્મપ્રેમી ભાવિકોને દર્શન તેમજ મહાઆરતીનો લાભ લેવા વિનાયક ગજાનન ગ્રુપના કિરણબેન વડગામા, જીતુભાઇ ડાભી, રાજુભાઇ વડગામા, નિર્મલસિંહ જાડેજા, દાઉદભાઇ હેરેંજા, સત્યદીપસિંહ જાડેજા, અમીત ગેલાણી તથા ઉર્જા-ઉત્કર્ષ મહિલા મંડળ સમિતિએ અનુરોધ કર્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement