કેબીસીનો દર્શક બોલ્યો-ખોટો સવાલ ખોટો જવાબ, નિર્માતાએ ક્હયું અમે કંઇપણ ખોટું નથી બતાવતા

15 September 2021 05:41 PM
Entertainment
  • કેબીસીનો દર્શક બોલ્યો-ખોટો સવાલ ખોટો જવાબ, નિર્માતાએ ક્હયું અમે કંઇપણ ખોટું નથી બતાવતા

કેબીસીમાં પુછાયેલા એક સવાલ સામે દર્શકનો સવાલ : સંસદમાં રોજની કાર્યવાહીને લઇને પુછાયેલા સવાલની હકીકત શું ?

નવી દિલ્હી,તા.15
હોટ સીટ પર બેઠેલા સ્પર્ધકોને અઘરા સવાલો પુછી એસીમાં પરસેવો વાળી દેનાર કેબીસી હવે સવાલ મામલે સવાલોના ઘેરામાં આવી ગયું છે. લોકસભામાં શૂન્ય કાલને લઇને પુછાયેલો એક સવાલ ખોટો હોવાનો અને તેથી તેનો જવાબ પણ ખોટો હોવાનો એક દર્શકે દાવો કરતા શોના નિર્માતા સિદ્ધાર્થ બસુએ ખુલાસા કરવા પડયા છે.

શો દરમિયાન હોસ્ટ અમિતાભ બચ્ચ્ને સવાલ પુછયો હતો કે,આમાંથી કોની સાથે સંસદની રોજની કાર્યવાહીની શરૂઆત થાય છે. આનો ખરો જવાબ પ્રશ્નકાલ જણાવયો હતો. એક દર્શકે આ જવાબનો સ્ક્રીન શોર્ટ લીધો અને ટવીટ કરીને લખ્યું ખોટો સવાલ અને ખોટો જવાબ સામાન્ય રીતે લોકસભાની કાર્યવાહી શૂન્ય કાલથી શરૂ થાય છે.જયારે રાજયસભાની કાર્યવાહી પ્રશ્ર્નકાલથી શરૂ થાય છે. કૃપયા ચેક કરો. ત્યારબાદ સિદ્ધાર્થે બસુએ ટવીટ કર્યુ હતું. કે કોઇ ભૂલ નથી આપનું ફેકટ ચેક કરો.

બંને સદાનોની કાર્યવાહી પ્રશ્ન કાળથી શરૂ થાય છે ત્યાર બાદ શૂન્ય કાલ આવે છે.ત્યારબાદ દર્શકે ફરીથી ટવીટ કર્યુ અને લખ્યું મેં જે સવાલ અને જવાબને ખોટા કરયા તે ખોટા જ છે. જો રાજય સભામાં અને લોકસભાની વેબસાઇટમાં ફેકટ ક્રોસ ચેક કર્યા.

શું છે સાચો જવાબ ?
કેબીસીના સવાલને લઇને કોણ સાચું અને કોણ ખોટું તેને ચેક કરવા માટે સંસદના નિયમો મુજબ રાજયસભામાં દરેક દિવસની કાર્યવાહીની શરૂઆત ઝીરો ઓવર(શૂન્ય કોલ)થી શરૂ થાય છે. આ દિવસના 11થી 12 વાગ્યા સુધી હોય છે. તેમાં કોઇપણ સાંસદ જનહિત સાથે જોડાયેલ સવાલ પૂછી શકે છે.

ત્યારબાદ 12 વાગ્યાથી દિવસના 1 વાગ્યા સુધી પ્રશ્ર્ન કાળ હોય છે. જેમાં અલગ અલગ મંત્રાલયો સાથે જોડાયેલા સવાલોમાં જવાબ સંબંધિત મંત્રી આપે છે. લોકસભામાં દરરોજની કાર્યવાહી પ્રશ્ર્નકાળથી શરૂ થાય છે. જે સવારે 11થી બપોરે 12 વાગ્યા સુધી ચાલે છે ત્યાર બાદ 12થી 1 વાગ્યા સુધી ઝીરો ઓવર નક્કી થાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement