રણબીર-દીપિકાએ અલીબાગમાં ખરીદ્યો શાનદાર બંગલો

15 September 2021 05:44 PM
Entertainment
  • રણબીર-દીપિકાએ અલીબાગમાં ખરીદ્યો શાનદાર બંગલો

બન્ને કલાકારો ફિલ્મ ‘83’ માં સાથે દેખાશે

મુંબઈ તા.15
દીપિકા અને રણબીરસિંહ આમ તો પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે જ છે હવે નવી ખબર બહાર આવી છે કે દીપિકા-રણબીરસિંહે અલીબાગમાં એક બેહદ લકઝરી હોલી ડે હોમ ખરીદ્યું છે.આ વીક એન્ડ પર રણબીરસિંહ-દીપિકાને અલીબાગમાં જોવા મળ્યા હતા અને કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ડીલ પાકકી કરી લીધી છે.

ઘર અને નવા પ્લોટના રજીસ્ટ્રેશન કરાવવા બન્ને અલીબાગની રજીસ્ટ્રાર કચેરીમાં પણ પહોંચ્યા હતા. રણબીર-દીપિકાના સમુદ્ર કિનારે બે શાનદાર બંગલા બનેલા છે. અલીબાગમાં શાહરુખખાનનું શાનદાર ફાર્મહાઉસ પણ છે.

આ પહેલા દીપિકા પાદુકોણેએ એક મોંઘુ સર્વિસ એપાર્ટમેન્ટ ખરીદ્યુ હતું તો પોતાના હોમટાઉન બેંગ્લુરુમાં એક મોટા બિલ્ડીંગમાં પ્રોપર્ટી બુક કરાવી છે. હાલ આ કપલ મુંબઈના પ્રભાદેવી લોકાલિટીમાં એક શાનદાર 4 બીએચકે ફલેટમાં રહે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર અને દીપિકા આગામી ફિલ્મ ‘83’માં નજરે પડશે. જેમાં દીપિકા કપિલદેવની પત્ની રોમી ભાટીયાના પાત્રમાં જોવા મળશે.


Related News

Loading...
Advertisement
Advertisement