વરુણ ધવન અને પ્રિયંકા ચમકશે હોલીવુડની સીરીઝ ‘સિડાડેલ’માં

15 September 2021 05:46 PM
Entertainment
  • વરુણ ધવન અને પ્રિયંકા ચમકશે હોલીવુડની સીરીઝ ‘સિડાડેલ’માં

મુંબઈ: વરુણ ધવન આમ તો પોતાની ફિલ્મ ‘કુલી નં.1’ સાથે ઓટીટીમાં ડેબ્યુ કરી ચૂકયો છે હવે ખબર છે કે તે એક વધુ ઓટીટી પ્રોજેકટ સાથે જોડાનાર છે. આ હોલીવુડનો મોટો પ્રોજેકટ છે. ખરેખર તો વરુણ ધવન અમેરિકી ડ્રામા સીરીઝ ‘સિટાડેલ’નો પાર્ટ બન્યો છે. આ સીરીઝને એન્થની અને જો રુસો (રુસો બ્રધર્સ) બનાવી રહ્યા છે. જેમણે ‘એવેન્જર્સ’ ઈન્ફીનીટી વોર’ અને ‘એન્ડ ગેમ’ જેવી ફિલ્મો બનાવી હતી. વરુણ ધવન બોલીવુડ સ્ટાર પ્રિયંકા ચોપરા પણ આ સીરીઝનો હિસ્સો બનશે. આ સિવાય હોલીવુડ સ્ટાર રિચર્ડ મેડન પણ તેમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સીરીઝના ભારતીય સ્પિન ઓફમાં વરુણ લીડ રોલમાં જોવા મળશે. જાણવા મળતી વિગત મુજબ ‘સિટાડેલ’ લોકલનું પ્રોડકશન ભારત, મેકિસકો અને ઈટલીમાં થશે. આગામી વર્ષે આ સીરીઝનું પ્રોડકશન શરુ થશે. જો કે આ સીરીઝ સાથે સંલગ્ન અન્ય ભારતીય કાસ્ટનો ખુલાસો નથી કરાયો. વરુણ ધવનની વાત કરીએ તો હાલમાં જ તેણે પોતાની બે ફિલ્મો ‘ભેડીયા’ અને ‘જુગ જુગ જિયો’ની શુટીંગ પુરી કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement