મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂક મોટલાણી અને પુત્ર ઇમ્તિયાઝની હત્યા

16 September 2021 12:02 PM
Morbi Crime
  • મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂક મોટલાણી અને પુત્ર ઇમ્તિયાઝની હત્યા
  • મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂક મોટલાણી અને પુત્ર ઇમ્તિયાઝની હત્યા
  • મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂક મોટલાણી અને પુત્ર ઇમ્તિયાઝની હત્યા
  • મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂક મોટલાણી અને પુત્ર ઇમ્તિયાઝની હત્યા

મદીના સોસાયટીમાં પિતા-પુત્રના ખૂનથી ખળભળાટ : એસ.પી. સહિતનો કાફલો દોડયો : ડાડો, અગર, જુસબ, આસિફ અને લાલા સામે નોંધાયો ગુનો

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. 16
મોરબીના વીસીપરાની મદીના સોસાયટીમાં રહેતા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરા ઉપર રાત્રે સાડા દસેક વાગ્યાના અરસામાં તે વિસ્તારની અંદર રહેતા ડાડો ઉર્ફે રફીક સહિત કુલ મળીને પાંચ શખ્સો દ્વારા છરી અને ધારિયા જેવા તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાતા બંનેના મોત નિપજયા હતા બેવડી હત્યાની આ ઘટનામાં મૃતક નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખના પત્નીએ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે નામ જોગ ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતના કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વીસીપરાની મદીના સોસાયટીમાં રહેતા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ હાજીફારૂક ઇબ્રાહીમભાઇ મોટલાણી (52) અને તેના દીકરા હાજીઈમ્તિયાઝ ફારૂકભાઇ મોટલાણી (24) ઉપર ગઇકાલે રાતે લગભગ સાડા દસેક વાગ્યાના અરસામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે બંનેને મોઢા અને છાતીના ભાગ તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીકવામાં આવ્યા હતા જેથી બંનેના મોત નિપજયા છે અને બેવડી હત્યાનો બનાવ બનેલ છે અને આ બનાવની જાણ થતાની સાથે જ રાતે એસપી એસ.આર. ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, એલસીબી પીઆઇ વી.બી. જાડેજા, બી ડિવિઝન પીઆઇ વી.એલ.પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતકના ઘરે ગોઠવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને આરોપીને પકડવા માટે જુદીજુદી દિશામાં ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા અને બંને મૃતકના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે હોસ્પિટલ ખાતે પણ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજનાં લોકો એકત્રીત થતાં હતા.

ફરિયાદ
હાલમાં બેવડી હત્યાના આ બનાવમાં મૃતકની ફારૂકભાઈના પત્ની રાજીયાબેન ફારૂકભાઇ મોટલાણી (ઉંમર 52)એ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડાડો ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમામદ જેડા, અગર જાકમ ભટ્ટી, જૂસબ જાક્મ ભટ્ટી, આસિફ સુમરા અને મોઈન હાસમ દાવલિયા ઉર્ફે લાલો પિંજારો રહે, બધા જ મદીના સોસાયટી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત નગરપાલિકાની ચૂંટણી સમયથી જ મનદુખ ચાલતું હતું અને તે બાબતનો આરોપીએ એકસંપ કરીને તેઓના ઘરે આવીને તેના પતિ ફારૂકભાઇ અને દીકરા ઈમ્તિયાઝને આડેધડ છરી અને ધારિયાના મોઢા તેમજ છાતીના ભાગે જીવલેણ ઘા ઝીંક્યા હતા જેથી કરીને તે બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. વધુમાં તેને લખાવ્યું છે કે, ડાડો ઉર્ફે રફીક, અસગર અને જૂસબે તેના પતિ અને દીકરાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકયા હતા અને જૂસબે તેને ધોકો માર્યો હતો અને અન્ય આરોપીઓએ તેની મદદગારી કરી હતી આમ પોલીસે મૃતકના પત્નીની ફરિયાદ લઈને હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.

મોરબી જિલ્લામાં સવા માહિનામાં આઠ હત્યા ! પોલીસ કયા છે ?
મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળતી હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે હત્યાના બનાવમાં એક રોજીંદા બની ગયા હોય તેવું ઘટનાક્રમ મોરબી જિલ્લામાં છેલ્લા સવા મહિનાથી દેખાઈ રહ્યો છે મોરબી જિલ્લાના મોરબી, માળિયા અને હળવદ તાલુકામાં કુલ મળીને આઠ વ્યક્તિઓની હત્યા કરવામાં આવી છે જેની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા તજીવીજ શરૂ કરી છે પરંતુ હત્યા હવે સામાન્ય બની ગઈ હોય તેમ મોરબી જિલ્લામાં હત્યાના બનાવો બનવા લાગ્યા છે થોડા દિવસો પહેલા જ મોરબીના ભક્તિનગર સર્કલ પાસે હનીફ ઉર્ફે મમૂદાઢી કાસમાણીની ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી છે, જોન્સનગર વિસ્તારની અંદર ઈરાન હાજી નામના યુવાનને છરીનો ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી હતી, માળીયાના ખખરેચી ગામે પરિણીત મહિલાની હત્યા, જોગડ ગમે બે વ્યક્તિઓની હત્યા, લખધીરપૂર રોડે કારખાનામાં યુવાનની ગળું કાપીને હત્યા કરવામાં આવી છે જેની શાહી સુકાઈ નથી ત્યાં હાલમાં મોરબીના વીસીપરામાં નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની હત્યા કરવામાં આવી છે આમ દિવસે દિવસે હત્યાના બનાવો મોરબીની અંદર સામાન્ય બનતા જતા હોય અને પોલીસની ધાક વિસરાતી હોય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી હોય તેવો ઘાટ મોરબી શહેર અને જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે.

રાજકીય મનદુ:ખના બીજ કયારે રોપાયા ?
મોરબી શહેર અને જિલ્લામાં રાજકીય સીનારીઓ બદલતો હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે રાજકીય અદાવતના લીધે મારા મારી, હત્યાના બનાવો બનતા રાજકારણ લોહિયાળ બની રહ્યું છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશોયક્તિ નથી ત્યારે ગઈકાલે રાત્રે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની હત્યા કરવામાં આવી છે. આ બનાવની જો વાત કરીએ તો બિન આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું હતું ત્યારે ફારૂકભાઇ ઉપપ્રમુખ બન્યા હતા અને પછી કોંગ્રેસ કેટલાક અસંતુષ્ટ સભ્યોએ વિકાસ સમિતિ બનાવી હતી અને 12 જેટલા સભ્યોએ ભાજપનાં બહારથી ટેકો મેળવીને નગરપાલિકામાં સત્તાની ધૂરા સંભાળી હતી. ત્યાર પછીની વિકાસ સમિતિએ સત્તા ગુમાવી હતી અને ભાજપ સત્તા ઉપર આવ્યો હતો અને આ સમયગાળા દરમ્યાન જ રાજકીય મનદુખના બીજ રોપાયા હોવાની ચર્ચા હાલમાં મોરબીના રાજકીય વર્તુળોમાં થઈ રહી છે તેવામાં બળતામાં ઘી હોમવા જેવો ઘાટ મોરબી નગરપાલિકા ગત ચૂંટણી દરમિયાન સર્જાયો હતો અને તેનો ખટરાગ હતો તેવામાં બેવડી હત્યાનો બનાવ બનેલ છે જેથી પોલીસે આગળની તપાસ શરૂ કરેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement