અંબાજીમાં યોજાતો ભાદરવી પુનમનો મેળો રદ : ગૃહ વિભાગ દ્વારા કરાયો આદેશ

16 September 2021 12:05 PM
Dharmik Gujarat Top News
  • અંબાજીમાં યોજાતો ભાદરવી પુનમનો મેળો રદ : ગૃહ વિભાગ દ્વારા કરાયો આદેશ

ગૃહવિભાગે તા. 13 થી 25 મંદિર બંધ રહેશે તેનો આદેશ ગઇકાલે જાહેર કર્યો, તપાસનો વિષય : પદયાત્રા સંઘ પહોંચવાની તૈયારીમાં છે ત્યારે ગૃહ વિભાગના ફતવાથી માઇ ભકતોમાં રોષ : ભંડારાના આયોજકોમાં આક્રોશ

રાજકોટ, તા. 16
રાજયના ગૃહવિભાગ દ્વારા આ વર્ષે અંબાજીનો ભાદરવી પુનમનો મેળો રદ કરાયો છે તથા તા.13 થી તા.25 સુધી અંબાજી મંદિર બંધ રાખવાની જાહેરાત થતા માઇ ભકતોમાં નિરાશા વ્યાપી ગઇ છે. અનેક સંસ્થાઓએ અંબાજી જતા માર્ગો પર ભંડારાની વ્યવસ્થા કરી છે પરંતુ ભાદરવી પુનમનો મેળો રદ થતા નિરાશા વ્યાપી ગઇ છે. ગૃહ વિભાગની સૂચના અનુસાર અંબાજી જતા પગપાળા સંઘોને પણ મંજુરી ન આપવામાં આવે તથા જેઓને બાધા, ચાખડી, માનતા હોય તેમના પુરતી જ મર્યાદિત સંખ્યામાં વ્યકિતઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે તેમ જણાવાયું છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે ભાદરવી પુનમનો મેળો રદ કરાયો હતો. સતત બીજા વર્ષે ભાદરવી પુનમનો મેળો રદ થતા માઇ ભકતોમાં ભારે નિરાશા જન્મી છે.

તા.13 થી 25 સુધી અંબાજી મંદિર બંધ રહેશે તેનો પરિપત્ર ગૃહ વિભાગ દ્વારા તા. 16ના બહાર પાઢયો
ગૃહ વિભાગે અંબાજી મંદિરનો ભાદરવા પુનમનો મેળો તા.13 થી તા.25-9 સુધી બંધ રહેશે. તેનો પરિપત્ર તા. 1પના બહાર પાડતા અફડાતફડી મચી ગઇ છે. જે પદયાત્રા સંઘો પહોંચવાની તૈયારીમાં હતા ત્યાં આજે ગૃહ વિભાગનો પરિપત્ર જાહેર થતા માઇભકતો, પદયાત્રા સંઘમાં જોડાયેલા ભકતોમાં રોષ છવાયેલો જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ઉભા કરાયેલા ભંડારાના આયોજકો પણ રોષ ઠાલવી રહ્યા છે. ગૃહ વિભાગે પરિપત્ર 2 દિવસ બાદ કેમ બહાર પાડયો તે પણ તપાસનો વિષય નથી ?


Related News

Loading...
Advertisement
Advertisement