કેબીસીમાં અમિતાભ ભોજન ડિલીવરીમેન બન્યા! સ્પર્ધકને આપ્યું મેલ બોકસ!

16 September 2021 05:34 PM
Entertainment India
  • કેબીસીમાં અમિતાભ ભોજન ડિલીવરીમેન બન્યા! સ્પર્ધકને આપ્યું મેલ બોકસ!

કેબીસીની હોટ સીટ પર બેઠેલા ભોજન ડિલીવરીમેનની આગવી આગતા સ્વાગતા

મુંબઈ:
લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ-13’ના આગામી એપિસોડમાં હોસ્ટ અમિતાભ બચ્ચન ભોજન ડીલીવરીમેન બન્યા છે. અને જે અન્યને ભોજનની ડીલીવરી કરે છે એવા સ્પર્ધકને બચ્ચને ખુદે ભોજન ડીલીવર કર્યું છે.

સોની ટીવીએ કેબીસીનાં આ આગામી એપિસોડની ઝલક ઈન્સ્ટ્રાગ્રામમાં શેર કરી છે.વિડીયોમાં અમિતાભ બચ્ચન કહે છે ‘કોઈ ભી ચૂનૌતી ઈતની બડી નહી હોતી કિ વો હમારી ઉમ્મીદ કો છોટા કર શકે ઔર કોઈ ભી ઉમ્મીદ ઈતની છોટી નહિં હોતી કી ઉસકે સામને જીવન કી ચુનૌતી જો હૈ વો બડી લગને લગે. ઈસ બાત કા જીતા જાગતા પ્રમાણ હમે મિલા હૈ આકાશ વાઘમારેજી કે રૂપ મેં!’ બાદમાં અમિતાભ બચ્ચને આકાશ વાઘમારેનો પરિચય આપી કહ્યું હતુ કે તે ફૂડ ડીલીવરી એકઝીકયુટીવ તરીકે કામ કરે છે વિડીયોમાં એ પણ દર્શાવાયું છે કે તેણે પાર્ટટાઈમ કામ કરીને કેવી રીતે સિદ્ધિ હાંસલ કરી હતી.

બાદમાં અમિતાભે જણાવ્યું હતું કે ‘ઈનકી ઈચ્છા હૈ કિ કાશ, એક દિન ઐસા ભી ઓય કે કોઈ ડીલીવરી પર્સનલ ઈનકે ઘર ઊનકા મનપસંદ ભોજન જો હૈ વો ડીલીવર કરતે આયે, ઈસલીયે ભાઈસાહબ મૈ આપકો બતાના ચાહતા હું કિ ઈક ડિલીવરી પર્સનલ ઈનકે લીયે યે કામ કરેગા.

બાદમાં અમિતાભ બચ્ચને પોતાની બેઠક પરથી ઉભા થઈને કહ્યું ‘ભાઈ સાહબ, હમ હૈ ડીલીવરી પર્સનલ ઔર આજ કા ભોજન યે રહા આપ કે લીયે. અમિતાભ બચ્ચન પાસેથી ફૂડ પેકેટ મેળવીને આકાશે કહ્યું હતું-સર, ધન્ય હો ગયે હમ.


Related News

Loading...
Advertisement
Advertisement