અફઘાનિસ્તાનથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના તાલિબાની કારસાનો પર્દાફાશ : મુન્દ્રાથી 2000 કરોડનું હેરોઈન ઝડપાયું

16 September 2021 05:51 PM
Crime Saurashtra
  • અફઘાનિસ્તાનથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના તાલિબાની કારસાનો પર્દાફાશ : મુન્દ્રાથી 2000 કરોડનું હેરોઈન ઝડપાયું

અફઘાનીસ્તાનથી વાયા ઈરાન થઈ મુન્દ્રા બંદરે આવેલા બે ક્ધટેઈનરોની ગત સાંજથી મોડી રાત સુધી ચાલેલી તપાસ બાદ વિધીવત ખુલાસો થયો : ફોરેન્સીક સાયન્સની ટુકડીએ ટેલ્કમ પાવડરની સાથે આવેલા પેકેટસ હેરોઈનના જ હોવાનું સમર્થન આપ્યું

* ગાંધીધામ ડીઆરઆઈની કાર્યવાહી: આંધ્રના કોઈ ઈમ્પોર્ટરે ક્ધટેનર મંગાવ્યા’તા : ડીઆરઆઈ દ્વારા આ તમામ સુધી તપાસનો લંબાવાઈ

* કરોડોના હેરોઈનકાંડનો ખુલાસો થતા કચ્છમાં ધામા નાખીને બેઠેલી એજન્સીઓમાં દોડધામ મચી

ભુજ, તા.16
તાલિબાનના કબ્જા વાળા અફઘાનિસ્તાનમાંથી ભારતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. મુન્દ્રાથી 2000 કરોડનું હેરોઈન ઝડપાયું છે. અફઘાનીસ્તાનથી વાયા ઈરાન થઈ મુન્દ્રા બંદરે આવેલા બે ક્ધટેઈનરોની ગત સાંજથી મોડી રાત સુધી ચાલેલી તપાસ બાદ વિધીવત ખુલાસો થયો છે. ફોરેન્સીક સાયન્સની ટુકડીએ ટેલ્કમ પાવડરની સાથે આવેલા પેકેટસ હેરોઈનના જ હોવાનું સમર્થન આપ્યું છે. ગાંધીધામ ડીઆરઆઈએ આ કાર્યવાહી કરી છે.

વિસ્તૃત વિગત મુજબ અફઘાનિસ્તાનના કંદહાર બંદર પરથી દરિયાઇ માર્ગે કચ્છના મુન્દ્રા ખાતેના અદાણી બંદર પર આવેલા બે આયાતી ક્ધટેનરની અંદરથી અંદાજિત બે હજાર કરોડની કિંમતનું હેરાઇન ડીઆરઆઇની ટીમે જપ્ત કરી, ગુપ્તરાહે તપાસ સતત બીજા દિવસે પણ ચાલુ રાખી છેે.આંધ્રપ્રદેશના વિજયવાડાના આયાતકારે ટેકલમ પાઉડરનું કસ્ટમ સમક્ષ ડિકલેરેશન કરીને હેરોઇનના જથ્થાને ક્ધટેનરોમાં ભરી દેવામાં આવ્યો હતો.

જેની બાતમી મુંબઇ અને દિલ્હી એનસીબીના અધિકારીઓને મળતા ગાંધીધામ ડીઆરઆઇની ટીમે બંને ક્ધટેનરો અટકાવીને સીલ કરી દીધા બાદ સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો,ભુજ પોલીસ, સેન્ટ્રલ એજન્સી સહિતની કુલ આઠ એજન્સીઓના અધિકારીઓનો કાફલો મુન્દ્રા બંદર પર ધસી ગયો હતો.હાલ અફઘાનિસ્તાનમાં તાલિબાની ત્રાસવાદીઓનો આતંક હોઈ ગુજરાતના સીમાવર્તી બંદરો પર ઘાતક હથિયારો,નશીલા દ્રવ્યો આવે નહિ તે માટે સેન્ટ્રલ એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. જપ્ત કરવામાં આવેલી હેરોઇનની 38 થેલીઓની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2 હજાર કરોડ આંકવામાં આવી છે.

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી વધી ગઇ છે. બે મહિનામાં એનસીબીએ 12 કરોડનું કોકેન જપ્ત કર્યુ છે.વડોદરા નજીક એમડી ડ્રગ્સ સાથે સાત ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી હતી. ગુજરાતમાં આટલી મોટી માત્રા ડ્રગ્સ આવતા સેન્ટ્રલ એજન્સીઓ પણ ચોંકી ઊઠી છે.

ડીઆરઆઇના અધિકારીઓ હાલ ક્ધટેનરની તપાસ કરી રહ્યા છે.બીજા ક્ધટેનરની અંદર પણ હેરોઇન છુપાવવામાં આવ્યુ છે પરંતુ કેટલી માત્રામાં છે તે હાલ તપાસ ચાલુ હોવાથી જાણી શકાયું નથી. ઈન્ટર સીડની નામના જહાજમાં આ જથ્થો આવ્યો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે અને આંધ્રપ્રદેશના વિજયવાડાની આશી ટ્રેડિંગ નામની કંપનીએ જથ્થો ઈમ્પોર્ટ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.આયાતકારના બીજા ક્ધટેનર પણ દરિયાઇ માર્ગે આવી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

તાલિબાન દ્વારા ડ્રગ્સની સપ્લાય કરી અફઘાનની ઇકોનોમી જાળવવા પ્રયાસ
અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ કબ્જો કરી લીધા બાદ અફઘાનની સ્થિતિ કફોડી બની છે. આરોગ્ય સહિતની સેવાઓ અવ્યવસ્થિત થઈ ગઈ છે. અગાઉ તાલિબાનીઓ આતંકી પ્રવૃત્તિઓને વેગ આપવા ડ્રગ્સ સપ્લાય કરી રેવન્યુ ઉભી કરતા અને પોતાના આતંકી ઈરાદા પાર પાડતા હતા. હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ કબ્જો જમાવ્યો છે. ત્યારે હાલ અફઘાનની ઇકોનોમિ તળીએ હોય, તેને વધારવા માટે તાલિબાનીઓ ભારત જેવા દેશોમાં ડ્રગ્સ સપ્લાય કરી આવક ઉભી કરવા પ્રયાસ કરશે તેવી શકયતા છે.

ડીઆરઇ સહિતની આઠ તપાસ એજન્સીઓ દ્વારા તપાસ
છેલ્લા કેટલાક સમયથી કચ્છની જળસીમાનો ઉપયોગ કેફી દ્રવ્યોની હેરાફેરી માટે આંતરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ દ્વારા વધ્યો છે ત્યારે મુન્દ્રા બંદર પર ડાયરેકટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ અને સ્ટેટ ઇન્ટેલિજેન્સ બ્યુરો સહિત જુદી-જુદી આઠ એજન્સીઓએ અખાતી દેશો અફઘાનિસ્તાનથી વાયા ઇરાન થઇને આવેલા ટેલ્ક સ્ટોન પાઉડરના જથ્થાને નામે ડ્રગ્સ આયાત થયા અંગેની પૂર્વ બાતમીના આધારે ચાર શંકાસ્પદ ક્ધટેનર રોકીને તપાસ હાથ ધરી છે. મળતી પ્રાથમિક માહિતીના આધારે જપ્ત કરાયેલા ચાર ક્ધટેનરમાં ટેલ્કમ પાવડર હોવાનું આયાતકાર દ્વારા ડિક્લેર કરાયું હતું.

પરંતુ તેની જગ્યાએ ડ્રગ્સનો જથ્થો આયાત કરાયો હોવાની મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ગુપ્ત તપાસ મોડી રાત્રી સુધી કરાયા બાદ,અદાણી બંદરે ઉતરેલા આ શંકાસ્પદ ચારેય ક્ધટેનર ટી.જી. ટર્મિનલના સી.એફ.એસ. ખાતે લઇ જઇને ખોલવામાં આવતાં ટેલ્ક સ્ટોન પાઉડરના ઓઠા તળે લવાયેલો કેમીકલયુક્ત હિરોઈન,એમડી સહિતનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો.

જેને લઇને આ સમગ્ર મામલો અત્યંત ગંભીર બની ગયો છે. આધારભૂત સૂત્રો પાસેથી મળી રહેલી વિગતો પ્રમાણે ટી.જી. ટર્મિનલ સી.એફ.એસ.માં સંબંધિત એજન્ટની કચેરી આવેલી છે.તપાસકર્તા ટુકડીએ આ કચેરીના કોમ્પયુટર અને સાહિત્ય કબજામાં લઇ લીધા છે, તો કચેરીમાં કામ કરતા એજન્ટના સ્ટાફની પણ મોડી રાત્રી સુધી આકરી પૂછપરછ કરવામાં આવી છે.

મુંદરા બંદરે પહોંચનારી ફોરેન્સિક ટુકડી તપાસ બાદ ક્ધટેનરમાંથી મળેલા જથ્થા વિશે અભિપ્રાય આપ્યા બાદ,સતાવાર રીતે જ્યાં સુધી લેબોરેટરીમાં આ જથ્થો કેફી દ્રવ્યોનો છે તેમ સાબીત ન થાય ત્યાં સુધી તપાસ એજન્સીઓએ કોઈ પણ પ્રકારની માહિતી પ્રસાર માધ્યમોને આપવાનો ઇન્કાર કરી દીધો હતો. બાદમાં ખુલાસો થયો છે કે આ પર્દાથ ડ્રગ્સ જ છે. કચ્છના સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાતા સમુદ્રી માર્ગે ક્ધટેનર મારફતે આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ ભારતમાં કેફી દ્રવ્યનો જથ્થો ઘુસાડવાના વ્યવસ્થિત ઢબના કારસાનો પણ પર્દાફાશ થયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement