પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સામે ફરી બળવાનો બુંગીયો: 40 ધારાસભ્યો મેદાને

16 September 2021 05:53 PM
India Politics
  • પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સામે ફરી બળવાનો બુંગીયો: 40 ધારાસભ્યો મેદાને

હાઈકમાંડને પત્ર પાઠવ્યો: તત્કાળ ધારાસભા પક્ષની બેઠકની માંગ

નવી દિલ્હી તા.16
પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરીંદર સિહ સામે પંજાબ કોંગ્રેસમાં ફરી વિરોધનો વંટોળ ઉઠયો છે. કોંગ્રેસના 80માંથી 40 ધારાસભ્યોએ સોનિયા ગાંધીને પત્ર લખી ઝડપથી બેઠક બોલાવવા માંગ કરી છે. સાથોસાથ ઉમેર્યું છે કે બેઠકમાં બે કેન્દ્રીય પર્યવેક્ષકોને મોકલવામાં આવે અને તેની સામે જ તમામ ચર્ચા કરવામાં આવશે.

બેઠક બોલાવવા માટે મુખ્યમંત્રી કેપ્ટન અમરીંદર સિંહ પર અવિશ્ર્વાસ જતાવવામાં કેબીનેટ મંત્રી તૃપ્ત રાઝીંદર સિંહ બાજવા પોતાના 3 મંત્રીઓ અને કેટલાક ધારાસભ્યો સાથે કોંગ્રેસનાં અન્ય વિધાયકો પાસેથી સોનિયા ગાંધીને લખેલા પત્ર પર સહી કરાવી હતી. મળતી માહિતી મુજબ, બુધવારે સાંજે કોંગ્રેસના પ્રદેશ મહાસચિવ (સંગઠન) પરગટસિંહ તેમજ ત્યારબાદ તૃપ્ત રાજીંદરસિંહ બાજવાનાં ઘરે નેતાઓ વચ્ચે લાંબી વાતચીત થઈ.બેઠકમાં સામેલ થયેલા ધારાસભ્યોએ મુખ્યમંત્રી પર અવિશ્ર્વાસ જતાવ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement