ધો.12 સામાન્ય પ્રવાહનાં પરીણામ જમા કરાવનાર ઉમેદવારો માટે પરીક્ષા જાહેર

16 September 2021 06:35 PM
Rajkot Education Gujarat
  • ધો.12 સામાન્ય પ્રવાહનાં પરીણામ જમા કરાવનાર ઉમેદવારો માટે પરીક્ષા જાહેર

તા.27મી તા.30મી સુધી બોર્ડ પરીક્ષા લેશે

ગાંધીનગર તા.16
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા મે 2021 ધો.12 સામાન્ય પ્રવાહના ઉતીર્ણ નિયમીત ઉમેદવારો પૈકી પરીણામથી અસંતુષ્ટ હોય તેવા નિયમીત ઉમેદવારો તેઓનું પરીણામ (ગુણપત્રક/પ્રમાણપત્ર) જમા કરાવી પુન:પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો માટે બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા લેવાની જાહેરાત અગાઉ કરવામાં આવેલ છે.

ઉમેદવારો માધ્યમિક સમય મર્યાદામાં તેઓના પરિણામ શાળામાં જમા કરાવવા માટે સુચના આપવામાં આવેલ હતી. ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા મે-2021 ધો.12 સામાન્ય પ્રવાહના ઉતીર્ણ નિયમીત ઉમેદવારો પૈકી પરીણામથી અસંતુષ્ટ હોય તેવા નિયમીત ઉમેદવારો તેઓનું પરીણામ નિયત સમય મર્યાદામાં શાળાને જમા કરાવેલ છે તેવા ઉમેદવારોની બોર્ડની જાહેર પરીક્ષા 27-9 થી તા.30-9 લેવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement