‘અરવિંદ ગોરધનભાઇ રૈયાણી’ મંત્રી બનતાં જ સામોકાંઠો ઝુમી ઉઠયો : જોરદાર આતશબાજી-મિઠાઈ વહેંચાઈ

16 September 2021 06:57 PM
Rajkot
  • ‘અરવિંદ ગોરધનભાઇ રૈયાણી’ મંત્રી બનતાં જ સામોકાંઠો ઝુમી ઉઠયો : જોરદાર આતશબાજી-મિઠાઈ વહેંચાઈ

રાજકોટ પૂર્વ વિસ્તારમાં દિવાળી જેવો માહોલ: મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા, શપથગ્રહણ વિશાળ ટીવી પર નિહાળ્યો: ‘આપણા અરવિંદભાઈ હવે મંત્રી...’ના ઉદ્ગારો

નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સામેલ મંત્રીઓએ આજે રાજભવન ખાતે શપથગ્રહણ કર્યા હતા ત્યારે પોતાના મંત્રીને શપથ ગ્રહણ કરતાં જોવા માટે ટેકેદારો પણ એટલા જ તલપાપડ જોવા મળતા હતા. બીજી બાજુ રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં રાજ્યકક્ષાનું મંત્રીપદ આપવામાં આવ્યું છે જેના કારણે શહેરના સામાકાંઠા વિસ્તારમાં દિવાળી જેવો માહોલ ઉભો થઈ જવા પામ્યો છે. રૈયાણીએ શપથ લેવા માટે સ્ટેજ ઉપર આવ્યા કે તુરંત જ તેમના ટેકેદારોએ ‘ભારત માતા કી જય’ના નારાથી વાતાવરણ ગુંજવી દીધું હતું. આજે અરવિંદ રૈયાણીના કાર્યાલય ખાતે વિશાળ ટીવી સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેના ઉપર તેમના ટેકેદારોએ શપથ સમારોહ નિહાળ્યો હતો. અરવિંદ રૈયાણીએ શપથ ગ્રહણ કરતાંની સાથે જ સૌએ એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતા અને જોરદાર આતશબાજીથી રૈયાણીને વધાવી લેવામાં આવ્યા હતા. પોતાના વિસ્તારમાં 108 તરીકે ઓળખાતાં અરવિંદ રૈયાણીને શપથ લેતાં જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા જે તસવીરોમાં દ્રશ્યમાન થાય છે.

Related News

Loading...
Advertisement
Advertisement