વિનોદનગરની તરૂણીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર મકસુદ યુનુસ સાંધ ઝડપાયો

16 September 2021 06:58 PM
Rajkot Crime
  • વિનોદનગરની તરૂણીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર મકસુદ યુનુસ સાંધ ઝડપાયો

સાધના સોસાયટીમાં મિત્ર કડીયા શખ્સના ઘરે ગોંધી રાખી ચાર દિવસ સુધી હવસ સંતોષી તરછોડી દીધી:ભકિતનગર પોલીસે કરેલી કાર્યવાહી

રાજકોટ તા 16
વિનોદનગરની તરુણી ને લગ્નની લાલચ આપી ભગાડી ગયા બાદ તેની ઉપર અવાર-નવાર દુષ્કર્મ ગુજારી તરછોડી દેનાર તેજ વિસ્તારના મુસ્લિમ શખ્સની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. વિનોદનગર કવાર્ટસમાં રહેતો મકસુદ યુનુસ સાંધ નામના મુસ્લિમ શખ્સે તરુણીને લગ્નની લાલચ આપી ભગાડી ગયા બાદ તેની ઉપર અવાર-નવાર દુષ્કર્મ ગુજારી તરછોડી દીધી હતી.

ભોગ બનનાર તરૂણી તેની માતા સાથે કારખાનામાં કામ કરતી હોય ગત તા.11 ના રોજ ઘરેથી ગુમ થઈ હતી જે અંગે તેના પરિવાજનોએ ભકિતનગર પોલીસને જાણ કરી હતી. બનાવ બાદ ભોગ બનનાર તરૂણી ઘરે પરત ફરી હતી. ત્યારે તેણે પોતાની માતાને આપવીતી જાણવી હતી. વિનોદનગર કવાર્ટસમાં રહેતો મકસુદ યુનુસ સાંધ નામના મુસ્લિમ શખ્સ સાથે બે વર્ષથી પરીચયમાં હતી. તે સ્કુલે જતી ત્યારે આરોપી પોતાના ભાઈને તેડવા આવતો હોવાથી તેની સાથે ફ્રેન્ડશીપ થઈ જતા એક-બીજાના મોબાઈલ નંબરની આપ-લે કરી હતી.

ત્યારબાદ બંને અવાર-નવાર મોબાઈલ પર વાતચીત કરતા હતા. આરોપી તેને લગ્નની લાલચ આપી ગઈ તા.11 ના જંગલેશ્વર બોલાવી ત્યાંથી બાઈક ઉપર ભગાડી ગોંડલ લઈ ગયો હતો. ગોંડલમાં મંદિરે દર્શન કર્યા બાદ રાજકોટ આવી હતી. રાજકોટમાં મકસુદ યુનુસ સાંધનો મિત્ર સાધના સોસાયટી કોમ્યુનીટી હોલ પાસે રહેતા કિશન કડીયા ઘરે લઈ ગયો હતો. જયાં ચાર દિવસ સુધી રાખી હતી. અને શરીર સંબંધ બાંધવાની વાત કરી હતી. પરંતુ તેણે ઈન્કાર કરી દીધો હતો.

આમ છતાં મકસુદ યુનુસ સાંધએ આપણે લગ્ન કરવાના જ છે પછી શું વાંધો છે તેમ કહી તેની મરજી વિરૂધ્ધ ચારથી પાંચ વખત દુષ્કર્મ ગુજાર્યુ હતું. ભકિતનગર પોલીસે આ બનાવમાં અપહરણ, દુષ્કર્મ, પોકસો એકટ હેઠળ ગુનો નોંધી મકસુદ યુનુસ સાંધને ઝડપી લીધો છે. મકસુદ યુનુસ સાંધ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી પરીવારજનોએ પણ કાઢી મુકયો છે. જેથી તેને હવસનો શિકાર બનાવ્યા બાદ આરોપીએ જતા રહેવાનું કહેતા ઘરે પરત ફરી હતી. આ કેસમાં એટ્રોસીટીની કલમ પણ હોવાથી તપાસ એસીપી પટેલ ચાલવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement