હવે ઈન્ડિયન ઓઈલમાં ગુગલ પે દ્વારા પેમેન્ટ પર મળશે રૂા.500 સુધીનું કેશબેક

16 September 2021 07:01 PM
India
  • હવે ઈન્ડિયન ઓઈલમાં ગુગલ પે દ્વારા પેમેન્ટ પર મળશે રૂા.500 સુધીનું કેશબેક

નવી દિલ્હી તા.16
ઈન્ડીયન ઓઈલ અને ગુગલ પે એ સંયુક્તપણે ગ્રાહકો માટે ફાયદાકારક સ્કીમ જાહેર કરી છે. હવે દેશનાં 30 હજારથી વધુ ઈન્ડીયન ઓઈલનાં પેટ્રોલપંપો પર ગુગલ પે એપનાં માધ્યમથી ઈંધણ પુરાવવા પર ગ્રાહકો રૂા.500 સુધીનું કેશબેક મેળવી શકશે.ઈન્ડીયન ઓઈલે પોતાનો દેશવ્યાપી લોયલ્ટી પ્રોગ્રામ એકસ્ટ્રારિવોર્ડસને ગુગલ પે પર એકસેસ કરવાની પણ યોજના બનાવી છે. જેનાં દ્વારા લોકો હવે ગુગલ પે પરથી એકસ્ટ્રારિવોર્ડસ લોયલ્ટી પોઈન્ટ કમાઈ શકશે તેમજ તેને રીડીમ પણ કરી શકશે. ટુંક સમયમાં ગુગલ પે પર ગ્રાહકો પોતાનું એકાઉન્ટ લીન્ક કરી શકશે.


Related News

Loading...
Advertisement
Advertisement