રાજકોટમાં ધીમીધારે 'સવા' ઈંચ વરસાદ

16 September 2021 07:35 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં ધીમીધારે 'સવા' ઈંચ વરસાદ

સવારે ઉઘાડ સાથે તડકો નીકળ્યા બાદ બપોરે બાર વાગ્યાથી ફરી આકાશ કાળા વાદળોથી ઘેરાયું : સિઝનનો કુલ વરસાદ 44 ઈંચ થયો

રાજકોટઃ
રાજકોટમાં આજે સવારે ઉઘાડ સાથે તડકો નીકળ્યા બાદ બપોરે બાર વાગ્યાથી ફરી આકાશ કાળા વાદળોથી ઘેરાયું હતું. અને સાંજે 5.30 વાગ્યા સુધીમાં ધીમીધારે કટકે - કટકે સવા ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે શહેરમાં સિઝનનો કુલ વરસાદ 44 .8 ઈંચ થયો છે.

ફાયર બ્રિગેડ તરફથી મળેલા આંકડા મુજબ બપોરે 12 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 29mm, વેસ્ટ ઝોનમાં 19mm અને ઇસ્ટ ઝોનમાં 18mm વરસાદ નોંધાયો હતો.

સિઝનનો કુલ વરસાદ જોઈએ તો સેન્ટ્રલ ઝોનમાં 1102mm, વેસ્ટ ઝોનમાં 1092mm અને ઇસ્ટ ઝોનમાં 997mm વરસાદ નોંધાયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement