ટીમ ગુજરાત: પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે નવા મંત્રીઓને શુભેચ્છા પાઠવી

16 September 2021 07:42 PM
Ahmedabad Politics
  • ટીમ ગુજરાત: પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે નવા મંત્રીઓને શુભેચ્છા પાઠવી
  • ટીમ ગુજરાત: પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે નવા મંત્રીઓને શુભેચ્છા પાઠવી

આ ઉત્કૃષ્ટ કાર્યકર્તાઓ છે જેમણે પોતાનું જીવન જાહેર સેવા માટે સમર્પિત કર્યું છે: નરેન્દ્ર મોદી

ગાંધીનગરઃ
રાજધાની ગાંધીનગરમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમે શપથ ગ્રહણ કરી લીધા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની આ નવી ટીમના મંત્રીઓએ મંત્રીપદના શપથ લીધા છે. સૌપ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે એકસાથે શપથ લીધા, તેના બાદ કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા હતા. 10 કેબિનેટ કક્ષાના અને 14 રાજ્યકક્ષાના મંત્રીઓએ આજે નવી સરકારમાં શપથ લીધા છે. આમ હવે સરકારમાં મુખ્યમંત્રી સહિત કુલ 25 મંત્રીઓ છે. નવા મંત્રીએને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ગુજરાતની નવી સરકારમાં સામેલ થયેલા મંત્રીઓને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ- 'ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા પાર્ટીના તમામ સાથીઓને અભિનંદન. આ ઉત્કૃષ્ટ કાર્યકર્તાઓ છે જેમણે પોતાનું જીવન જાહેર સેવા માટે સમર્પિત કર્યું છે અને અમારી પાર્ટીના વિકાસના એજન્ડાને આગળ ધપાવ્યો છે. સૌને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ..!'

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને નવા મંત્રીઓને તેમના કાર્યકાળ માટે શુભેચ્છા આપી અને કહ્યું- મને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદીજી અને ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રી મંડળ લોક કલ્યાણકારી યોજનાઓને ગરીબ લોકો સુધી પહોંચાડવા માટે નિરંતરસેવાભાવ સાથે કામ કરશે


Related News

Loading...
Advertisement
Advertisement