વિરાટ કોહલીએ ટી20ની કેપ્ટનશિપ છોડી: સોશિયલ મીડિયા પર માહિતી આપી

16 September 2021 08:07 PM
India Sports
  • વિરાટ કોહલીએ ટી20ની કેપ્ટનશિપ છોડી: સોશિયલ મીડિયા પર માહિતી આપી

દુબઈમાં રમાનાર ટી20 વિશ્વકપ બાદ વિરાટ કોહલી ટીમની કેપ્ટનશીપ છોડશે: કોચ રવિ શાસ્ત્રી અને રોહિત શર્મા સાથે પણ વાત કરી: વિરાટે નિર્ણયની જાણકારી બીસીસીઆઈને પણ આપી

નવી દિલ્હીઃ
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટી20 ક્રિકેટમાં કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. દુબઈમાં રમાનાર આઈસીસી ટી20 વિશ્વકપ બાદ વિરાટ કોહલી ટી20 ટીમનો કેપ્ટન રહેશે નહીં. વિરાટ કોહલીએ ટ્વીટ કરીને કહ્યુ કે, મેં કોચ રવિ શાસ્ત્રી અને રોહિત શર્મા સાથે પણ વાત કરી છે. વિરાટે પોતાના નિર્ણયની જાણકારી બીસીસીઆઈને પણ આપી દીધી છે.

છેલ્લા કેટલાક સમયથી કોહલીની કેપ્ટનશિપ છોડવાને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ બીસીસીઆઈના અધિકારીઓએ આ રીપોર્ટને નકારી દીધા હતા. દાવો કરવામાં આવી રહ્યો હતો કે કોહલી ટી20 વિશ્વકપ બાદ ટી20 ક્રિકેટમાં ટીમની કમાન છોડી દેશે. તેના સ્થાને રોહિત શર્મા નવો કેપ્ટન બની શકે છે. હવે વિરાટ કોહલીએ સત્તાવાર જાહેરાત કરી પોતાની કેપ્ટનશિપ છોડવાનું કહ્યુ છે.


કોહલીએ ટ્વિટ કર્યું, 'હું નસીબદાર છું કે હું માત્ર ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ જ કરતો નથી પણ મારી શ્રેષ્ઠતા મુજબ તેનો કેપ્ટન પણ છું. કેપ્ટન્સીના આ સમયગાળા દરમિયાન મને ટેકો આપનાર દરેકનો હું આભાર માનું છું. હું મારા સાથી ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને પસંદગી સમિતિ, કોચ અને ભારતીય ટીમ માટે પ્રાર્થના કરનારા દરેકનો આભાર માનું છું.

તેમણે આગળ કહ્યું, 'છેલ્લા 8-9 વર્ષથી હું ત્રણેય ફોર્મેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. છેલ્લા 5-6 વર્ષથી હું ત્રણેયનો કેપ્ટન છું. મને લાગે છે કે ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં કેપ્ટનશિપ માટે તૈયાર થવા માટે મારે થોડી જગ્યા છોડવાની જરૂર છે. ટી 20 કેપ્ટન તરીકે, મેં મારું સર્વસ્વ આપ્યું છે અને હું બેટ્સમેન તરીકે ટી ​​20 ટીમ સાથે જોડાઈશ.

કોહલીએ આગળ કહ્યું, 'અલબત્ત આ નિર્ણય ઘણો વિચાર કર્યા બાદ લેવામાં આવ્યો છે. મેં મારા નજીકના લોકો સાથે ઘણી વાતો કર્યા બાદ જ આ નિર્ણય લીધો છે. રવિ ભાઈ અને રોહિત, જે નેતૃત્વ જૂથનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, મેં આ ટી 20 વર્લ્ડ કપ બાદ ટી 20 કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે. મેં આ અંગે સચિવ જય શાહ અને પ્રમુખ સૌરવ ગાંગુલી સાથે વાત કરી છે. આ સાથે પસંદગીકારો સાથે ચર્ચા પણ કરવામાં આવી છે. હું મારી ક્ષમતા મુજબ ભારતીય ક્રિકેટ અને ભારતીય ટીમની સેવા કરવાનું ચાલુ રાખીશ.


Related News

Loading...
Advertisement
Advertisement