મે મારો નિર્ણય મવડીમંડળને જણાવી દીધો છે, હું ગુજરાત બહાર જવા સહમત નથી, હું ૨૦૨૨ ની ચૂંટણી મહેસાણાથી લડીશ : નીતિનભાઈ પટેલ

16 September 2021 10:29 PM
Gujarat Politics
  • મે મારો નિર્ણય મવડીમંડળને જણાવી દીધો છે, હું ગુજરાત બહાર જવા સહમત નથી, હું ૨૦૨૨ ની ચૂંટણી મહેસાણાથી લડીશ : નીતિનભાઈ પટેલ

'નો રીપીટ થીયરી' - તે ખૂબ મોટો નિર્ણય છે, આગામી ગુજરાતના નિર્માણની વાત છે : નવા મુખ્યમંત્રી મારા સમાજના છે, મારા મિત્ર છે: ક્યાં ધારાસભ્યોને ક્યાં વિભાગની જવાબદારી સોંપવી તે બાબતે મારી સાથે કોઈ ચર્ચા નથી કરી

ગાંધીનગર:
નવી સરકાર ભલે રચાઈ પણ નીતિન પટેલ શું કરશે, શું કરવા માંગે છે, શું કહે છે એ જાણવાની લોકોને ભારે ઉત્સુકતા છે. તેમને રાજ્યપાલ બનાવી દેવાશે એવી વાત પણ સામે આવી છે. તેનો છેદ ઉડાડતા નીતિનભાઈએ કહ્યું હતુ કે મે મારો નિર્ણય મવડીમંડળને જણાવી દીધો છે, હું ગુજરાત બહાર જવા સહમત નથી હું મહેસાણાનો ધારાસભ્ય છું, 2022ની ચૂંટણી પણ ત્યાંથી લડીશ, તેમજ'નો રીપીટ થીયરી' - તે ખૂબ મોટો નિર્ણય છે, આગામી ગુજરાતના નિર્માણની વાત છે : નવા મુખ્યમંત્રી મારા સમાજના છે, મારા મિત્ર છે: ક્યાં ધારાસભ્યોને ક્યાં વિભાગની જવાબદારી સોંપવી તે બાબતે મારી સાથે કોઈ ચર્ચા નથી કરી, તેમજ પ્રજા વચ્ચે જઈ કામ કરીશ. પ્રજાના દિલમાં છું ત્યાં સુધી મને કોઈ હોદ્દા કે સત્તાની પરવા નથી. જો પક્ષ કોઈ જવાબદારી સોંપશે તો એ નિભાવીશ.

અત્યારના ભાજપમાં સૌથી અનુભવી 3 મંત્રીઓમાં નીતિન પટેલ, વિજય રૃપાણી, ભુપેન્દ્રસિંહ ચૂડાસમાનો સમાવેશ થાય છે. નીતિનભાઈએ છેક કેશુભાઈથી લઈને વિજય રૂપાણી સુધીની ચાર સરકારમાં કામ કર્યું છે. તેમણે કહ્યું હતું કે 25 વર્ષથી ધારાસભ્ય છું અને 18 વર્ષ કરતા વધુ સમય મંત્રી રહ્યો છું. એટલે હું હજુ પણ મહેસાણાનો જ ધારસભ્ય રહીશ. 2022ની ચૂંટણી ત્યાથી જ લડીશ. મંત્રી નથી તો શું થયું, પણ પક્ષના મેમ્બર અને ધારાસભ્ય તરીકે કામ કરતો જ રહીશ. હું પ્રજાના દિલમાં છું, ત્યાં સુધી મને કોઈ ચિંતા નથી. નો રિપિટ થિયરી સફળ થશે કે કેમ એ અત્યારથી કહી ન શકાય એમ પણ કહીને તેમણે મોવડી મંડળ સામે પોતાનો મત મક્કમતાથી રાખ્યો હતો.

2.17 લાખ કરોડનું બજેટ, ગુજરાત સરકારનો તોસ્તાન વહિવટ, સરકારની દૈનિક કામગીરી વગેરે માટે અનુભવ જોઈએ જ. તેમણે કહ્યું હતું કે નવી ટીમ પાસે સમય ઓછો છે. જો ઝડપથી શીખીને કામ કરશે તો ચોક્કસ સફળ થશે. તેમણે ઉમેર્યું હતુ કે નવા મંત્રીમંડળના સભ્યો વહેલી તકે કામ કરી પ્રજાલક્ષી વાતાવરણ ઉભું કરે એ જરૃરી છે. કેમ કે ચૂંટણીને લાંબો સમય નથી. ઉનાળામાં પાણીની અછત, સિંચાઈના પ્રશ્નો, ચૂંટણી વખતે નવી નવી માંગણી પણ આવશે. એ બધા પ્રશ્નો ઉકેલવાના છે. તેમણે કહ્યું હતું કે આવી કામગીરીમાં અમારો બધાનો સહયોગ છે જ. મોવડી મંડળના માર્ગદર્શનમાં આ બધા પડકારો પાર પડાશે એવો મને વિશ્વાસ છે.

તેમણે કહ્યું હતું કે તાલુકાથી મુખ્ય સચિવ સુધીના કર્મચારીઓની સંખ્યા પાંચ લાખથી વધારે છે. એમની પાસે સરકારના નિર્ણયોનો અમલ કરવાની જવાબદારી છે. એ તંત્ર પાસે કામ લેવું એ મંત્રી-સરકારની મોટી જવાબદારી છે. સરકાર ગમે તે પક્ષની હોય, આ પડકાર પાર પાડવો પડે. વધૂમાં કહ્યું હતું કે અધિકારીઓ પાસેથી કામ લેવાનો મારો અનુભવ છે, એ મુજબ સફળતાથી કામ પાર પાડવું અઘરું છે, એમાં અનુભવની અને આવડતની જરૂર પડે. પ્રજાની લાગણી અને પ્રેમ હોય તો જ સફળતા મળે અને કામ થઈ શકે. સરકારના નામે એકાદ વાર સફળતા મળે, લાંબાગાળા સુધી ટકી ન શકાય.


Related News

Loading...
Advertisement
Advertisement