સૌના CM : રાજકોટ આવી વિજયભાઈએ કહ્યું, હળવાશ અને મુક્ત થઈને આવ્યો છું

16 September 2021 11:01 PM
Rajkot Gujarat Politics Saurashtra
  • સૌના CM : રાજકોટ આવી વિજયભાઈએ કહ્યું, હળવાશ અને મુક્ત થઈને આવ્યો છું
  • સૌના CM : રાજકોટ આવી વિજયભાઈએ કહ્યું, હળવાશ અને મુક્ત થઈને આવ્યો છું
  • સૌના CM : રાજકોટ આવી વિજયભાઈએ કહ્યું, હળવાશ અને મુક્ત થઈને આવ્યો છું
  • સૌના CM : રાજકોટ આવી વિજયભાઈએ કહ્યું, હળવાશ અને મુક્ત થઈને આવ્યો છું
  • સૌના CM : રાજકોટ આવી વિજયભાઈએ કહ્યું, હળવાશ અને મુક્ત થઈને આવ્યો છું
  • સૌના CM : રાજકોટ આવી વિજયભાઈએ કહ્યું, હળવાશ અને મુક્ત થઈને આવ્યો છું

વિજયભાઈએ કહ્યું, સત્તા હોય તો પણ કાર્યકર અને ન હોય તો પણ કાર્યકર : સત્તા અમારા માટે સેવાનું સાધન

રાજકોટઃ
મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ આજે વિજયભાઈ રૂપાણી હોમટાઉન રાજકોટ પહોંચ્યા હતા. અહીં પહોંચતા જ તેઓએ માધ્યમોને જણાવ્યું હતું કે, હળવાશ અને મુક્ત થઈને આવ્યો છું.

લાંબા સમય પછી ઘર વાપસી થઇ તેવા સવાલના જવાબમાં બીજીવાર જણાવ્યું હતું કે લાંબા સમય પછી નહીં હું કાયમ અહીંનો છું રાજીનામું આપ્યા બાદ નવા મંત્રીમંડળની સોગંદવિધિ પૂર્ણ કરાવી તે બાદ રાજકોટ પહેલી વખત આવ્યો છું ખૂબ જ હળવા તમે મુક્ત થઈને આવ્યો છું તેનો આનંદ છે ભાજપે નિર્ણય કર્યો છે તે નવા લોકોને તક મળે અને નવી ઊર્જા નવા વાતાવરણમાં ગુજરાતનો વિકાસ આગળ વધારવાની દ્રષ્ટિએ નિર્ણય લીધો છે.

વિજયભાઈએ વધુમાં કહ્યું કે, મારી સાથે ના બધા મંત્રીઓએ નવા મંત્રીને પોતાનું કામ સોંપી એમની શપથવિધિ કરાવી અમે બધાએ નવા મંત્રીઓને જવાબદારી સોંપી છે મને પૂર્ણ વિશ્વાસ છે કે ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ખૂબ આગળ વધશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે કલ્પના છે તેમણે જે વિકાસની રફતાર કરી છે તે પ્રક્રિયાઓ હજુ પણ વધુ સારી રીતે તેજ ગતિએ ચાલશે. આ તો રિલે રેસ છે. એક પછી એક લોકો દોડીને બીજાને જવાબદારી સોંપતા હોય છે. આ માત્ર ભાજપ જ કરી શકે. કારણકે ભાજપ માં કામ કરનારા લોકો છે સત્તા લાલચુ નથી સત્તાને સેવાનું સાધન ઘણી કામ કરીએ છીએ અને એક સેકન્ડ પણ વિચાર્યા વગર સત્તા છોડી શકીએ છીએ.

કાર્યકરોને ઉદાહરણ પુરૂ પાડવા, જનતામાં રાજનીતિમાં પ્રસ્થાપિત કરવા ભાજપ જ આવું કરી શકે અને ભાજપમાં જ આ શક્ય છે. મને આનંદ છે કે અમારા અનેક પૂર્વજોએ આ પ્રકારની પોતાની તૈયારી દેખાડી હતી અને હું પણ એ જ પગલે ચાલ્યો છું. રાજકોટ આવેલા વિજયભાઈમાં ફરી એક વાર તેના સ્વભાવ મુજબ 'કોમનમેન' જોવા મળ્યા, તેઓએ નિખાલસ પણે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા.

આ તકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહિતના ભાજપના આગેવાનો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજયભાઈ સૌને મળ્યા હતા અને હળવાસથી બધા સાથે સંવાદ કર્યો હતો.

● મંત્રીઓએ 'નો રિપીટ' થિયરી સ્વીકારી

રાજકોટ પહોંચેલા વિજયભાઇએ જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપે એક નવો પ્રયોગ કર્યો છે. જે 'નો રિપીટ' થિયરી છે. અમારા ઘણા અનુભવી મંત્રીઓએ આ વાતને સહર્ષ સ્વીકારી અને નવા પ્રયોગને સફળ બનાવવા માટે સૌએ સાથ અને સહકાર આપ્યો છે. હું સાથી મંત્રીઓનો આ સમયે આભાર માનું છું, અને અભિનંદન આપું છું કે, બધા એ સહર્ષ સ્વીકારીને પોતે પોતાના પદનો ત્યાગ કરી, અને પક્ષે નિર્ણય કર્યો છે તેમાં નવા લોકોને સમર્થન આપી સ્થાન આપ્યું છે. જગ્યા કરી આપી છે.

●સત્તા પર હોય તો પણ કાર્યકર અને ન હોય તો પણ કાર્યકર

પત્રકારોએ વિજયભાઈ ને પૂછ્યું કે, હવે આપની નવી ભૂમિકા શું રહેશે? ત્યારે તેઓએ કહ્યું કે, નવી કે જૂની ભૂમિકા હોતી નથી. અમારી એક જ ભૂમિકા છે. સત્તા પર હોય તો પણ કાર્યકર અને સત્તામાં ન હોય તો પણ કાર્યકર છીએ.


Related News

Loading...
Advertisement
Advertisement