કોરોનાની ત્રીજી લહેરનું જોખમ : બાળકોમાં પણ મોટેરા જેવા જ લક્ષણોનો ખુલાસો

17 September 2021 11:06 AM
India
  • કોરોનાની ત્રીજી લહેરનું જોખમ : બાળકોમાં પણ મોટેરા જેવા જ લક્ષણોનો ખુલાસો

મણીપુરમાં 1500થી વધુ બાળકો સંક્રમિત, કેરલમાં પણ વધતા કેસ

નવી દિલ્હી તા.17
નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશનના ચેરમેન ડો.એન.કે.અરોરાએ જણાવ્યું હતું કે સીરો સર્વેમાં બહાર આવ્યું છે. બાળકોમાં પણ સંક્રમણ વયસ્કોની જેમ જ છે. પણ લક્ષણવાળા કેસ બહુ ઓછા છે.

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને વધુ ખતરો હોવાનું અનુમાન છે. વિશેષજ્ઞોનું કહેવુ છે કે બાળક જો સંક્રમણથી ઝપટમાં આવે છ પણ જો લક્ષણ નથી તે ચિંતાની વાત નથી. વિશેષજ્ઞોએ આ વાત ત્યારે કહી જયારે કેરળ અને મીઝોરમમાં 10 વર્ષથી નાની વયના બાળકમાં સંક્રમણ વધી રહ્યું છે. નેશનલ ટેકનીકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશનનાં ચેરમેન ડો.એન.કે.અરોડાએ જણાવ્યું હતું કે સીરો સર્વેમાં બહાર આવ્યુ કે બાળકોમાં પણ સંક્રમણ વયસ્કોની જેમ જ છે

પણ લક્ષણવાળા કેસ ઘણા ઓછા છે. એમ્સ નિર્દેશક ડો.રણદીપ ગુલેરીયાએ કહ્યું હતું કે પ્રતિબંધોમાં રાહતની સાથે લોકો બાળકો સાથે યાત્રા કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં સંક્રમીત બાળકોની સંખ્યા વધી શકે છે.અલબત તેનો અર્થ એ નથી કે બાળકોને હોસ્પીટલમાં દાખલ કરવાની જરૂર પડે કે સંક્રમણથી મૃત્યુનો ગ્રાફ વધી જાય.


Related News

Loading...
Advertisement
Advertisement