હેપ્પી બર્થ-ડે PM: ભોપાલમાં 71 ફૂટની ‘વેક્સિન કેક’ કપાઇ, વારાણસીમાં 71 કિલોના લાડુનો ભોગ ચડાવાયો

17 September 2021 11:21 AM
India Top News
  • હેપ્પી બર્થ-ડે PM: ભોપાલમાં 71 ફૂટની ‘વેક્સિન કેક’ કપાઇ, વારાણસીમાં 71 કિલોના લાડુનો ભોગ ચડાવાયો
  • હેપ્પી બર્થ-ડે PM: ભોપાલમાં 71 ફૂટની ‘વેક્સિન કેક’ કપાઇ, વારાણસીમાં 71 કિલોના લાડુનો ભોગ ચડાવાયો

વારાણસીમાં ‘કાશી સંકલ્પ’ નામના પુસ્તકનું વિમોચન પણ કરાયું: દેશના વધુમાં વધુ લોકોને વેક્સિન આપી મોદીને જન્મદિવસની ભેટ આપવા કાર્યકરોને માંડવિયાની અપીલ

નવીદિલ્હી, તા.17
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે આખા દેશમાં તેની જોરશોરથી ઉજવણી થઈ રહી છે. મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ રાજધાની ભોપાલમાં 71 ફૂટનું કેક કાપ્યું હતું. વેક્સિનના આકારમાં બનાવાયેલું આ કેક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

જ્યારે ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભાજપ કાર્યકરો અને સમર્થકોએ દિવડાં પ્રગટાવીને 71 કિલો લાડુનો ભોગ ચડાવ્યો હતો. આ ઉપરાંત બનારસ હિન્દુ યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર જી.સી.ત્રિપાઠી અને સાંસદ રૂપા ગાંગૂલીની હાજરીમાં કાશી સંકલ્પ નામના એક પુસ્તકનું વિમોચન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે વારાણસી વડાપ્રધાન મોદીનું મતક્ષેત્ર છે. આ પ્રસંગે ભાજપ આજથી 20 દિવસ માટે જનસંપર્ક અભિયાન શરૂ કરવા જઈ રહી છે.

આ અભિયાન 7 ઑક્ટોબર સુધી ચાલશે. પક્ષે પોતાના સેવા અને સમર્પણ અભિયાન હેઠળ દેશભરમાં પોતાના કાર્યકરોને મોદીની જન્મતિથિ પર કોરોના વેક્સિનેશનનો પ્રચાર કરવા માટે કહ્યુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ ભાજપ કાર્યકરોને આજથી વેક્સિનેશન અભિયાનને રફ્તાર આપવાનો અનુરોધ કર્યો છે. તેમણે ટવીટ કર્યું કે આપણા પ્રિય વડાપ્રધાનનો જન્મદિવસ છે.

આ દિવસે જે લોકોએ વેક્સિન નથી લીધી તેમને અને તેપના પરિવારજનોને વેક્સિનેશન કરવાનું કામ કરવામાં આવે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની સૌથી મોટી ભેટ હશે. 2014માં મોદીના વડાપ્રધાન બન્યા બાદથી ભાજપ તેમની જન્મતિથિને સેવાદિવસ તરીકે મનાવતો આવ્યો છે.

ગુજરાતમાં પણ જોરશોરથી ઉજવણી: 71 બાળકોની ઓપન હાર્ટ સર્જરી, મહિલાઓ માટે કેન્સર નિદાન કેમ્પ, 71 હજાર વૃક્ષોનું વાવેતર
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ છે ત્યારે તેની શાનદાર ઉજવણી કરવાથી ગુજરાત કઈ રીતે પાછળ રહી જાય ? આજે મોદીના જન્મદિવસે લાલબહાદુર સ્ટેડિયમમાં 71 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તો ગુજરાત ભાજપ દ્વારા આજથી 7 ઑક્ટોબર સુધી સેવા સમર્પણ અભિયાન ચલાવશે.

દાહોદમાં મોદીના મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધીની સફરની ઝાંખી કરાવતી તસવીરોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તો મહિલાઓ માટે કેન્સર નિદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે. આવી જ રીતે 71 બાળકોની વિનામૂલ્યે ઓપન હાર્ટ સર્જરી કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement