સરકારની પ્રાથમિકતા બધા લોકોને બન્ને ડોઝ આપવાની જેનુ કામ ઝડપથી ચાલી રહ્યું છે

17 September 2021 11:24 AM
India
  • સરકારની પ્રાથમિકતા બધા લોકોને બન્ને ડોઝ આપવાની જેનુ કામ ઝડપથી ચાલી રહ્યું છે

હાલ દેશમાં બૂસ્ટર ડોઝનો વિચાર નથી: કેન્દ્ર : બાળકોને પણ હાલ રસી નહિં: સ્વાસ્થ્ય મંત્રાલય

નવી દિલ્હી તા.17
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હજુ કોરોના રસીનો બુસ્ટર ડોઝ આપવાનો કોઈ વિચાર નથી. સરકારની પ્રાથમિકતા બધા લોકોને રસીના બન્ને ડોઝ આપવાની છે, જેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. બિમારીથી બચવા માટે રસીના બે ડોઝ જરૂરી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં આઈસીએમઆરનાં ડાયરેકટર જનરલ ડો.બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે હજુ જન સ્વાસ્થ્ય વિશેષજ્ઞ અને વૈજ્ઞાનિકો તરફથી બુસ્ટર ડોઝને લઈને કોઈ સૂચન નથી આપવામાં આવ્યું.હજુ આ વિષય પર વૈજ્ઞાનિક વિમર્શની શરૂઆત જ થઈ છે. હાલ તો બધાને રસીના બે ડોઝ આપવા પર ફોકસ છે. ઉલ્લેખનીય છે કે એન્ટીબોડીઝ ઘટવાનો અભ્યાસ બહાર આવ્યા બાદ બુસ્ટર ડોઝનો સવાલ ઉઠયો હતો.

ખાનગી ક્ષેત્રમાં રસી:
સ્વાસ્થ્ય સચીવ રાજેશ ભુષણે જણાવ્યું હતું કે ખાનગી માટે અધિકતમ 25 ટકા રસી ખરીદવાની મંજુરી અપાઈ છે.પરંતુ જો ખાનગી ક્ષેત્ર આટલી રસીનો ઉપયોગ નથી કરી શકતું તો બાકી રસી સરકાર ખરીદી શકે છે.

બાળકોને રસી:
નીતિ આયોગનાં સભ્ય ડો.વી.કે.પાલે જણાવ્યું હતું કે હાલ બાળકોને રસી લગાવવાના બારામાં કોઈ નિર્ણય નથી લેવાયો પણ જયારે પણ નિર્ણય લેવાશે તે દરમ્યાન દેશમાં નિયામક દ્વારા સ્વીકૃત જે પણ રસી ઉપલબ્ધ થશે તેનો ઉપયોગ કરવામાં આવશે.

અહી 100 ટકા પ્રથમ રસીકરણ:
લક્ષદ્વિપ ચંદીગઢ, ગોવા અને હિમાચલમાં 100 ટકા લોકોને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જયારે સિકકીમમાં 99 ટકા, આંદામાનમાં 97 ટકા, દાદરામાં 96 ટકા, લદાખમાં 89 ટકાને એક ડોઝ અપાયો છે. દેશનો કુલ 3631 પીએસએ ઓકિસજન વિંગ લગાવવાનું કાર્ય શરૂ થયુ છે.


Related News

Loading...
Advertisement
Advertisement