નવા આઈટી રૂલ્સ પર હવે મદ્રાસ હાઈકોર્ટની પણ રોક

17 September 2021 11:44 AM
India Top News
  • નવા આઈટી રૂલ્સ પર હવે મદ્રાસ હાઈકોર્ટની પણ રોક

પ્રથમ દ્રષ્ટિએ આ રૂલ્સ મીડિયાને લોકશાહી મૂલ્યોથી વંચિત કરે છે:હાઈકોર્ટ : રૂલ્સની કેટલીક જોગવાઈઓ પર અગાઉ બોમ્બે હાઈકોર્ટે પણ રોક લગાવી હતી

ચેન્નાઈ તા.17
નવા આઈટી (ઈર્ન્ફોમેશન એન્ડ ટેકનોલોજી) રૂલ પર મદ્રાસ હાઈકોર્ટે પણ રોક લગાવી છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ રૂલ મીડીયાને તેની આઝાદી અને લોકશાહી મુલ્યોથી વંચિત કરી શકે છે. મદ્રાસ હાઈકોર્ટે ગઈકાલે હાલમાં લાગુ માહીતી ટેકનોલોજી (મધ્યવર્તી દિશા નિર્દેશ તેમજ ડીઝીટલ મીડીયા આચાર સંહીતા) નિયમ 2021 ની કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી દીધી છે.

ગત મહિને આવા જ મામલામાં બોમ્બે હાઈકોર્ટે આવો જ આદેશ પસાર કર્યો હતો. અદાલતને નિયમ 9ની જોગવાઈ (1) અને (3) પર ગુરૂવારે રોક લગાવી હતી. આ જોગવાઈ આચાર સંહીતાનાં પાલનને નિર્ધારીત કરે છે. બોમ્બે હાઈકોર્ટે 14 ઓગસ્ટે તેના કેટલાંક ભાગો પર વચગાળાની રોક લગાવી દીધી હતી.નિયમ અંતર્ગત એ જરૂરી છે કે બધા ઓનલાઈન પ્રકાશક આચાર સંહિતાનું પાલન કરે.

મદ્રાસ હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસ સંજીવ બેનર્જી અને જસ્ટીસ પીહી ઓડીકેસવાલુની બેન્ચે કર્ણાટક સંગીતકાર ટીએમ કૃષ્ણા અને ડીજીટલ ન્યુઝ પબ્લીશર્સ એસોસીએશનની જાહેર હિતની અરજી પર વચગાળાનો આદેશ પસાર કરતા આ રોક લગાવી છે. આ એસોસીએશનમાં 13 મિડીયા સંસ્થાન અને અન્ય લોકો સામેલ છે. આ અરજીઓમાં નવા નિયમોની બંધારણીય યોગ્યતાને પડકારવામાં આવી છે.

બેન્ચે જણાવ્યું છે કે અરજદારોની આ દલીલમાં પ્રથમ દ્રષ્ટિએ આધાર છે કે સરકાર તરફથી મીડિયાને નિયંત્રીત કરવુ પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાને તેમની આઝાદી અને લોકશાહી સિદ્ધાંતોથી વંચીત કરી શકે છે. અદાલતે જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટમાં આ પ્રકારનાં કેસ પેન્ડીંગ છે અને તેના પર આગામી મહિનાના પહેલા સપ્તાહે સુનાવણી થઈ શકે છે.આ મુદ્દે મામલાની સુનાવણી ઓકટોબરનાં અંતિમ સપ્તાહ સુધી સ્થગીત કરી દીધી છે.


Related News

Loading...
Advertisement
Advertisement