કુન્દ્રાના બિઝનેસ પાર્ટનરનો ખુલાસો: રાજ પોર્ન વેચી નાણાં યુકે મોકલતો હતો

17 September 2021 11:45 AM
Entertainment
  • કુન્દ્રાના બિઝનેસ પાર્ટનરનો ખુલાસો: રાજ પોર્ન વેચી નાણાં યુકે મોકલતો હતો

‘હોટ શોટ’ નામની એપ્લીકેશનમાં કુન્દ્રા પોર્ન સામગ્રી શેર કરતો ; બિઝનેસ પાર્ટનર

મુંબઈ તા.17
રાજકુન્દ્રા પોર્નોગ્રાફીનો મામલો દિવસે-દિવસે ગુંચવાતો જાય છે. હવે ઉદ્યોગપતિ અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રાએ પોર્નોગ્રાફીક સામગ્રી વહેચવાના ઈરાદા સાથે ઓનલાઈન પ્લેટફોર્મ હોટશોટ શરુ કર્યું હતું તેવી કબુલાત તેનાં બિઝનેસ પાર્ટનરે કરી દીધી છે.

પોલીસ દ્વારા સબમીટ કરાયેલી પુરક ચાર્જશીટમાં કુન્દ્રાનાં બીઝનેસ પાર્ટનરે કબુલાત નિવેદન આપ્યું છે. આ હોટશીપ એપ આર્મ્સપ્રાઈઝ લીમીટેડે સેટઅપ કરી હતી જેનાં ડીરેકટરપદે કુન્દ્રા અને સૌરભ કુશવાહા હતાં. એપમાં 35 ટકાનો ભાગ ધરાવતા કુશવાહાએ જણાવ્યું કે વીડીયો અપલોડ કરવા સહિત એપનું નિયંત્રણ કુન્દ્રાનાં હાથમાં હતું.

મહત્વનું છે કે હોટશોટને યુકેની કેમરીન લીમીટેડ કંપનીને વેચી દેવામાં આવ્યું હતું જેનાં વેચાણનાં એક દિવસ પહેલા કુન્દ્રાએ આર્મ્સપ્રાઈઝ ડિરેકટર તરીકે રાજીનામું આપ્યું હતું. પોલીસની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, ફોરેન્સીક ઓડીટ હોટશોટમાંથી પેદા થતી આવકના મની લોન્ડરીંગને પણ જાહેર કરે છે. આર્મ્સપ્રાઈઝ દ્વારા વેચાણ પહેલા જ યુકેનાં લોયડસ બેન્કમાં કેમરીનના ખાતામાં ગુગલ અને એપલ એપ્સનો ઉપયોગ કરીને ફંડસ ડાયવર્ટ કરાયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement