સતાનું નવું કેન્દ્ર હવે દક્ષિણ ગુજરાત અને પાવર હશે પાટીદાર-પાટીલનો

17 September 2021 12:06 PM
Gujarat Top News
  • સતાનું નવું કેન્દ્ર હવે દક્ષિણ ગુજરાત અને પાવર હશે પાટીદાર-પાટીલનો
  • સતાનું નવું કેન્દ્ર હવે દક્ષિણ ગુજરાત અને પાવર હશે પાટીદાર-પાટીલનો
  • સતાનું નવું કેન્દ્ર હવે દક્ષિણ ગુજરાત અને પાવર હશે પાટીદાર-પાટીલનો

* ગુજરાતમાં વજનદાર પોર્ટફોલીયા સાથે સાઉથના 7 મંત્રીઓ

* નાણા-ગૃહ રાજય-બાંધકામ જેવા મંત્રીઓ પાટીલના હોમ ટાઉનના: મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત આઠ પાટીદાર મંત્રી

* પ્રધાનમંડળની રચના બાદ પ્રથમ વખત તમામ મંત્રીઓ કમલમ ગયા: નવો ચિલો: પ્રદેશ પ્રમુખના આશિર્વાદ લીધા

રાજકોટ: ગુજરાતમાં ગઈકાલે રચાયેલા નવા મહામંડળમાં એક તરફ અત્યંત મર્યાદા વચ્ચે ચહેરા પસંદ કરવાના હતા તેમાં પણ શ્રેષ્ઠ શોધીને શપથ લેવરાવવામાં આવ્યા છે અને તેની સાથોસાથ પ્રાદેશિક બેલેન્સ જળવાય અને પાટીદારોને જે સંદેશ આપવાનો હતો તે આપવાનો ઉદેશ પર પાર પાડવા કોશીશ થઈ છે. જૂના વિજય રૂપાણી અને નવા ભુપેન્દ્ર યાદવ મંત્રીમંડળ વચ્ચે ફર્ક ફકત અનુભવનો જ છે અને તે એક સૌથી મોટો પડકાર છે.

15 માસના ટુંકા સમયમાં જ આ સરકારે તેની શ્રેષ્ઠ કામગીરી બજાવવાની છે અને તમામ મંત્રીઓ તેમના વિભાગોની દ્રષ્ટીએ પણ નવા હોવાથી તેની સમજ મેળવીને આગળ વધવાનું છે. નવા મંત્રીમંડળનું વિશ્લેષણ કરતા એ નિશ્ચીત થાય છે કે દક્ષિણ ગુજરાતને સૌથી વધુ મહત્વ અપાયું છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ ખુદ દક્ષિણ ગુજરાતના છે અને રાજયમાં હવે અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેનું બેલેન્સ હતું તેના બદલે સંપૂર્ણપણે દક્ષિણ બાજુ થઈ ગયું છે અને બીજું મહત્વનું પાટીદાર પાવર વધ્યો છે.

દક્ષિણ ગુજરાતના રૂપાણી સરકારમાં પાંચ મંત્રીઓ હતા જે આજે હવે સાત થઈ ગયા છે અને સૌથી મહત્વનું નાણા મંત્રાલય અને ગૃહ રાજયમંત્રી બન્ને સુરતના છે. હજુ હમણા જ સુરતને કેન્દ્રમાં દર્શનાબેન જરદોષને રેલ્વેમંત્રી બનાવીને આ મેગા સીટીને કેન્દ્રમાં પ્રતિનિધિત્વ અપાયું હતું અને હવે નવા મંત્રીમંડળમાં સાત પ્રતિનિધિઓ દક્ષિણ ગુજરાતના છે. પ્રધાનમંડળની રચનામાં પણ પાટીદાર સાથે પાટીલ પાવર ચાલ્યો હોવાના સંકેત છે અને સૌથી મહત્વનું એ છે કે હવે સતાનું કેન્દ્ર સ્વર્ણિમ સંકુલ નહી પણ કમલમ હશે.

ગઈકાલે પ્રધાનમંડળની પ્રથમ બેઠક બાદ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ કમલમ પહોચ્યા હતા અને અહી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આશિર્વાદ લીધા છે. સામાન્ય રીતે નવા મંત્રીમંડળની પ્રથમ બેઠક બાદ મંત્રીઓ તેમની ઓફીસમાં પદ સંભાળવા જતા હોય છે. કમલમ ગયા અને પક્ષના કોઈ પદાધિકારી સ્વર્ણિમ સંકુલ નહી પણ ‘કમલમ’ માં હતા અને તેઓએ અહી નવા મંત્રીઓનું સ્વાગત કર્યુ હતું. આમ એક મોટો સંદેશ ગયો છે કે સરકાર પર પણ સંગઠન છે તે નિશ્ચીત થઈ ગયું છે.

દક્ષિણમાં કનુ દેસાઈ જેઓ પારડી બેઠકના ધારાસભ્ય છે તેઓને નાણા અને ઉર્જા બન્ને વિભાગો સોપાયા છે તો પુર્ણેશ મોદી જેઓ સુરત પુર્વેના ધારાસભ્યો છે તેઓને માર્ગ બાંધકામ, આવાસ, ટ્રાન્સપોર્ટ, નાગરીક ઉડ્ડયન અને ટુરીઝમ તથા યાત્રાધામ વિકાસની કામગીરી સંભાળી છે તો નવા ગૃહ રાજયમંત્રી તરીકે સુરત ખજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને સોંપાયું છે તેઓ પણ પાટીલના વિશ્વાસુ છે.મધ્ય ગુજરાતને આઠ મંત્રીઓ મળ્યા છે. આ રીતે દલિત પર દોષારોપણ આવે નહી તે રીતે ભવ્ય ગુજરાતને આઠ મંત્રીઓ અપાયા છે.

વડોદરા શહેરને એક માત્ર યોગેશ પટેલનું જ પ્રતિનિધિત્વ હતું તેના કરતા હવે મંત્રીમંડળમાં નંબર ટુ જેવા વિધાનસભાના પુર્વ અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીને મહેસુલ અને કાયદા જેવા બે મહત્વના મંત્રાલય સુપ્રત થયા છે.ઉપરાંત મનીષા વકીલને મહિલા, બાળ કલ્યાણ મંત્રાલય સુપ્રત થયા છે.પ્રધાનમંડળમાં જે સિનીયર મંત્રીઓને પડતા મુકાયા તો તેના સ્થાને જુનીયરને તેજ જીલ્લા કે ક્ષેત્રમાંથી પસંદ થયા છે. રાજકોટ જીલ્લામાં બે હેવીવેઈટ જયેશ રાદડીયા અને કુવરજી બાવળીયાને પડતા મુકાયા છે તો તેની સામે જીલ્લામાં પાટીદાર તરીકે અરવિંદ રૈયાણીને રાજયકક્ષા સાથે પ્રતિનિધિત્વ અપાયું તો કોળી સમાજના પ્રતિનિધિ તરીકે કેશોદના દેવા માલમ ને પ્રતિનિધિત્વ અપાયું છે.


Related News

Loading...
Advertisement
Advertisement