‘મરવું મજબુર છે પણ તારી પત્નીને છોડીશ નહી’ તે વાક્ય નિર્મોહીની હત્યાનું નિમિત બન્યું : હત્યારા મિત્ર કમલેશની ધરપકડ

17 September 2021 12:24 PM
Rajkot Crime
  • ‘મરવું મજબુર છે પણ તારી પત્નીને છોડીશ નહી’ તે વાક્ય નિર્મોહીની હત્યાનું નિમિત બન્યું : હત્યારા મિત્ર કમલેશની ધરપકડ

બે વર્ષથી મિત્રની પત્ની સાથે આડોસંબંધ ધરાવતા નિર્મોહીલાલ ચૌહાણની ક્રુરતા પૂર્વક હત્યા: તાલુકા પોલીસ મથકના પી.આઈ જે.વી.ધોળા, પી.એસ.આઈ એન.ડી.ડામોરની ટીમે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી હત્યારાને ઝડપી પડ્યો

રાજકોટ તા 17
રાજકોટ 150 ફૂટ રિંગ રોડ પરની આશ્રય ગ્રીનસિટી નજીક પરપ્રાંતીય યુવાનની હત્યાના બનાવનો ભેદ તાલુકા પોલીસ મથકના પી.આઈ જે.વી.ધોળા અને પી.એસ.આઈ એન.ડી.ડામોર સહિતના સ્ટાફે ઉકેલી નાખી આ હત્યાના બનાવમાં સંડોવાયલા મૃતકના ગામના જ તેની કાકીની મોટી બહેનના પતિને ઝડપી લીધો છે.મૂળ ઉતર પ્રદેશના બલરામપુર જીલ્લાના દેવપુરાના નિર્મોહીલાલ રામતીર્થ ચૌહાણ(ઉવ24)ની હત્યા પાછળ તેના ગામના વતની મિત્રની પત્ની સાથે બે વર્ષથી આડોસંબંધ હોય જે બાબતે બન્ને મિત્રો વચ્ચે થયેલ ઝગડો થતો હતો અને તેજ હત્યાનું નિમિત બન્યો હતો.

બન્ને વચ્ચે ઝગડા દરમિયાનનિર્મોહીને કમલેશે અવારનવાર પત્નીને સાથે સંબંધ છોડી દેવા સમજાવ્યો હતો પરંતુ નિર્મોહી એ કમલેશને કહ્યું હતું કે મરવું મજબુર છે પણ તારી પત્નીને છોડીશ નહી તે વાક્ય નિર્મોહીની હત્યાનું નિમિત બન્યું અને નિર્મોહીના કાકીની મોટી બહેનના પતિ કમલેશે મોકો જોઈ ક્રુરતા પૂર્વક પત્નીના પ્રેમીની રહેસી નાખ્યો બે દિવસ પૂર્વે રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર ફોચ્ર્યુન હોટેલ પાછળ આવેલ આશ્રય ગ્રીનસિટી ગેટ-2 પાસે યુવાન 9 વાગ્યે દોડતો દોડતો આવ્યો હતો અને ગેરેજ બહાર પાર્ક કરેલી કાર સાથે અથડાઇને ઢળી પડ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

ત્યાંથી પસાર થતી બે રાહદારી મહિલાઓ યુવકને જોઇ બૂમાબૂમ કરવા લાગતાં ગેરેજનો સ્ટાફ બહાર દોડી આવ્યો હતો. આ યુવક ઈજાગ્રસ્ત હોય તેના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દેવામાં આવ્યાનું દેખાયો હતો ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જોકે સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસ મથકના પી.આઈ જે.વી.ધોળા તેમજ પી.એસ.આઈ એન.ડી.ડામોર સહિતના સ્ટાફે મૃતક યુવાનની ઓળખ માટે તપાસ કરી આસપાસના કારખાનામાં જઈ તપાસ કરતા 150 ફૂટ રીગ રોડ ઉપર આવેલ સોરઠીયા જ્ઞાતિની વાડી સામે આવેલ અજંતા ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતો ઉતર પ્રદેશના બલરામપૂર્ણ દેવપુરાનો નિર્મોહીલાલ રામતીર્થ ચૌહાણ હોવાનું ખુલ્યું હતું.

નિર્મોહીલાલ રામતીર્થ ચૌહાણની હત્યામાં પોલીસે ગેરજની બહાર લગાડેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા જેમાં તે જે દિશા માંથી દોડીને આવ્યો તે તરફના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં તે શેરીમાં ત્રણ શખ્સ દોડીને ભાગતા નજરે પડ્યા હતા નિર્મોહીલાલ ચૌહાણના હત્યારાઓ પરપ્રાંતીય હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જે દિશામાં તાલુકા પોલીસની અલગ-અલગ ટીમ તપાસમાં કામે લાગી હતી અને બનાવની કડીઓ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી હતી તે દમિયાન તાલુકા પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. નિર્મોહીલાલ ચૌહાણને બલરામપુર જીલ્લાના દેવપુરાના વતની તેના કાકીની મોટી બહેનના પતિ કુંદન ઉર્ફે કમલેશની પત્ની સાથે બે વર્ષથી આડાસંબંધ હતા, અને આ મુદ્દે કુંદન અને નિર્મોહીલાલ વચ્ચે અવાર નવાર માથાકૂટ થઇ હતી, નિર્મોહીલાલની હત્યા પાછળ આડાસંબંધ કારણભૂત હોવાની શંકા ઉઠતાં પોલીસે કુંદનને ઉઠાવી લઇ આગવીઢબે પૂછપરછ કરતાં તેણે હત્યાની કબૂલાત આપી હતી.

કમલેશે હત્યા માટે 18 દિવસ પૂર્વે ચોટીલાથી છરી ખરીદી હતી
રાજકોટ તા 17
150 ફૂટ રીંગ રોડ ઉપર ફોચ્ર્યુન હોટેલ પાછળ આવેલ આશ્રય ગ્રીનસિટી ગેટ-2 પાસે મૂળ ઉતર પ્રદેશના બલરામપુર જીલ્લાના દેવપુરાના નિર્મોહીલાલ રામતીર્થ ચૌહાણ(ઉવ24)ની હત્યા પાછળ તેના ગામના વતની કમલેશ ઉર્ફે કુંદનની તાલુકા પોલીસે ધરપકડ કરી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખી પુછપરછ કરતા કમલેશ ઉર્ફે કુંદને પોલીસને જણાવ્યું કે નિર્મોહીને તેની પત્ની સાથે બે વર્ષથી આડોસંબધ હતો વારંવાર તેને નિર્મોહીને પત્ની સાથે સંબંધ છોડી દેવા સમજાવ્યો હતો છતાં નિર્મોહી સમજ્યો નહી અંતે તેને પૂરો કરી નાખવા મનોમન નક્કી કયી લીધું હતું અને સાતમ-આઠમના તહેવારમાં કારખાને રજા હોય કમલેશ ચોટીલા ફરવા ગયો ત્યારે તેને ચોટીલાથી નિર્મોહીની હત્યા માટે છરી ખરીદી હતી અને ત્યારબાદ તે મોકો મળ્યે નિર્મોહીને મારી નાખવા મોકો શોધતો હતો અને બે દિવસ પૂવે શાકભાજી લેવા નીકળેલા નિર્મોહી આસ્થા ચોકડી મળી જતા તને પોતના પ્લાનને અંજામ આપી દીધો હતો.

શાકભાજી લેવા ગયેલા નિર્મોહીલાલને સમાધાન માટે બોલાવી કુંદને હત્યા કરી નાખી
રાજકોટ તા 17
મૃતક નિર્મોહીલાલ સાથે ઓરડીમાં રહેતા તેના વતનના રામપ્રસાદ ચૌહાણ અને મામા જંગબહાદુર બુધવારની રજા હોય બહાર ગયો હતો રામપ્રસાદ ઘરે હતો તેને બહાર જતા નિર્મોહીલાલને શાકભાજી લેતા આવવાનું કહ્યું હતું. પરંતુ મોડે સુધી ઘરે નહિ આવતા તેને ફોન કર્યો હતો પરંતુ ફોન રીસીવ થયો. ન હતો તથા જંગબહાદુર પણ રૂમે આવી જતા બંનેએ શોધખોળ કરી હતી પરંતુ નિર્મોહી ન મળતા તેના ભાઈના ઘરે ગયો હશે તેમ સમજીને બંને સુઈ ગયા હતા અને સવારે તેની હત્યા થઈ હોવાની જાણ થઇ હતી દરમ્યાન તાલુકા પોલીસે વધુ તપાસ કરતા તેને મકરસંક્રાંતિના દિવસે કુંદન સાથે ડખ્ખો થયો હોવાનું જાણવા મળતા પોલીસે પોલીસે ઘટનાસ્થળ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ ફરીથી ચેક કર્યા હતા જેમાં એક ફૂટેજમાં ઘટનાસ્થળ નજીક કુંદનની હાજરી હોવાનું સ્પષ્ટ થયા બાદ પોલીસે કુંદનને ઉઠાવી લઇ પૂછપરછ કરતાં હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો હતો. શાકભાજી લેવા માટે નિર્મોહી આસ્થા ચોકડીએ ગયો હતો ત્યારે તેને કુંદનની પત્ની સાથે પ્રેમ સંબંધ ધરાવતા નિર્મોહી નો ત્યાં ભેટો થઇ ગયો હતો.કુંદન સાથે અગાઉ પત્ની સાથે સંબધ નહી રાખવા બાબતે ડખ્ખો થયો હતો તે ત્યાં મળતા કુંદને નિર્મોહીને સમાધાન માટેની વાત કરી નજીક માં લઈ જેઈ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement