દ્વારકા જીલ્લામાં પાંચ સ્થળે જુગાર દરોડામાં 26 શકુનિઓ ઝડપાયા

17 September 2021 01:37 PM
Jamnagar Crime
  • દ્વારકા જીલ્લામાં પાંચ સ્થળે જુગાર દરોડામાં 26 શકુનિઓ ઝડપાયા

જામખંભાળીયા, તા. 17
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા માલસી ખેતા ઢચા, દેવશી ભીમા પિંગળસુર, વિપા ખેરા પારીયા અને પુના ભુરા રાઠોડ નામના ચાર શખ્સોને જુગાર રમતા પોલીસે રૂપિયા 5,890 ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામેથી પોલીસે જાહેરમાં જુગાર રમતા દિનેશ નાગાભાઈ કાગડિયા, વશરામ ઘેલાભાઈ કાગડીયા, રામા કરસનભાઈ સોલંકી, અને કાના લાખા સોલંકી નામના ચાર શખ્સોને પોલીસે રૂપિયા 11,020 ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામેથી પોલીસે ગંજીપાના વડે જુગાર રમી રહેલા કિશોર લાધા નકુમ, સંજય ધનાભાઈ ડાભી, સંજય નટુભાઈ ડાભી, પ્રવીણ ભીમાભાઈ કછેટીયા, ભાવિન ભીખાભાઈ ખાણધર, અમિત કલાભાઈ ડાભી અને યશ પ્રેમજીભાઈ ડાભી નામના સાત શખ્સોને ઝડપી લઈ, રૂપિયા 10,640 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય દરોડામાં નંદાણા ગામેથી પોલીસે ભાવેશ નારણ ચાવડા, નગા રામાભાઈ આંબલીયા, ધરણાંત રાણા આંબલીયા, દેસુર રણમલ ચાવડા, મેરામણ દેવશી ચાવડા, નયનદાસ કીર્તિદાસ ગોંડલીયા અને હરદાસ અરજણભાઈ કોટા નામના સાત શખ્સોને રૂપિયા 10,730 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે ભોગાત ગામે રાત્રીના સમયે જાહેરમાં જુગાર રમતા વિજયગર લાલગર અપારનાથી, મનસુખગર પ્રેમગર અપારનાથી, રામા નગા કરંગીયા, અને હમીર માલદે આંબલીયા, નામના ચાર શખ્સોને રૂપિયા 5,730 ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement