વડાપ્રધાનનાં જન્મદિને સૌરાષ્ટ્રભરમાં મેગા વેકસીનેશન અભિયાનનો પ્રારંભ

17 September 2021 01:46 PM
Rajkot Saurashtra
  • વડાપ્રધાનનાં જન્મદિને સૌરાષ્ટ્રભરમાં મેગા વેકસીનેશન અભિયાનનો પ્રારંભ
  • વડાપ્રધાનનાં જન્મદિને સૌરાષ્ટ્રભરમાં મેગા વેકસીનેશન અભિયાનનો પ્રારંભ

જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી રસીકરણનો પ્રારંભ : રેલ્વે, એસ.ટી., શાળા-કોલેજો, આરોગ્ય કેન્દ્રો સહિત અનેક સ્થળોએ વેકસીનેશન કામગીરીનો ધમધમાટ : દરેક જિલ્લાને ચોકકસ ટાર્ગેટ અપાયા : લોકોમાં વેકસીન લેવા ઉત્સાહ

રાજકોટ, તા. 17
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં મેગા વેકસીનેશન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા મેગા વેકસીનેશનમાં 18 પ્લસથી માંડી સીનીયર સીટીઝનોને રસી આપવામાં આવી રહી છે. ભાજપ દ્વારા રસીકરણ અભિયાન સાથે અને સેવાકીય કાર્યક્રમોમાં રસીકરણને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. દરેક જિલ્લાઓને ચોકકસ ટાર્ગેટ આપવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, શાળા કોલેજો, વોર્ડ ઓફિસો, પંચાયત ઓફિસો, આરોગ્ય સેન્ટરોમાં આજે વેકસીનેશન કામગીરી ધમધમતી થઇ છે. સવારથી મોટી સંખ્યામાં વેકસીનેશન કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિને અનેક સ્થળોએ મેગા વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટની તમામ વોર્ડ ઓફિસ, રેલવે સ્ટેશન, એસ.ટી. બસ સ્ટેન્ડ, શાળા, કોલેજો, વોર્ડ ઓફિસો, આરોગ્ય કેન્દ્રોમાં વેકસીનનો ડોઝ લોકોને આપવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી જ રસીકરણ કામગીરી શરૂ થઇ છે.

જુનાગઢ
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે રાષ્ટ્ર વ્યાપી વક્સીનેશન મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વિવિધ ર9. જેટલી જગ્યાઓ પર કેમ્પ ચાલી રહ્યા છે. આ ઉપરાંત પોતાની રોજગારીના સતત વ્યસ્ત શેડયુલ માં રહેતા લોકો માટે શહેરની અલગ અલગ 10. જગ્યાએ નાઈટ સેશન કેમ્પ અને શહેરની 4 જગ્યાએથી હાઉસ ટુ હાઉસ વેક્સીનેશન નું આયોજન કરવામાં આવેલ છે અને સાથે સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવશે જેથી વધુમાં વધુ લોકોને વેક્સીન અંગેની ગેરમાન્યતા દુર કરવા અને વેક્સીન લેવા માટે પ્રોત્સાહીત કરી શકાય આ આયોજન નો હેતુ અંગે મહાનગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે આ આયોજનથી વધુમાં વધુ લોકોને વેક્સીનેશન દ્વારા કોરોના સામે સુરક્ષિત કરવાનો છે.આયોજનના ભાગરૂપે વેક્સીનેશન નો સમય સવારે 7 વાગ્યા થી સાંજે મોડે સુધી કરવામાં આવેલ છે જેથી સમાજના દરેક વર્ગના લોકો કે જે પોતાના દૈનિક પ્રવૃત્તિમાં વ્યસ્તતાને લીધે વેક્સીન લેવા અસમર્થ છે તેઓ સમય લઇ વેક્સીનેશનના આ મહાઅભિયાનમાં ભાગરૂપ બની શકે શહેરના તમામ નાગરીકોને નજીકના વેક્સીનેશન કેમ્પ,અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર અને જી.એમ.ઇ.આર.એસ.મેડીકલ હોસ્પિટલ ખાતે સંપર્ક કરી વેક્સીન લેવા જુનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરુભાઈ ગોહેલ તેમજ મહાનગરપાલિકાના કમિશનર રાજેશ એમ.તન્ના દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ગોંડલ
ગોંડલ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલે જણાવ્યું છે કે આજે શુક્રવારે આખો દિવસ મેગા વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નગરપાલિકા વિસ્તારમાં 16 જગ્યાએ અને તાલુકા વિસ્તારમાં પપ જગ્યાએ વેકસીન આપવામાં આવી રહી છે. તો આ તકે રસી મુકાવવામાં બાકી હોય તે કોરોના પ્રતિકારક રસી મુકાવી શકશે સવારના મોડી સાંજ સુધી વેકસીનેશન કાર્ય શરૂ રહેશે તેવું અંતમાં જણાવ્યું હતું.

મોરબી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિત્તે મોરબી જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં 301 વેક્સીનેટર દ્વારા વેક્સીનેશનની કામગીરી આજે સવારથી શરૂ કરાઇ છે. જિલ્લામાં 51 જેટલી ટીમોને હાઉસ ટુ હાઉસની કામગીરી પણ સોંપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને સમગ્ર જિલ્લામાં તમામ 5 તાલુકા અને 4 નગરપાલિકા સ્તરની કામગીરી માટે માઇક્રો લેવલની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં લોકોમાં રહેલ ધાર્મિક ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધા દૂર કરીને વેક્સીનેશનનું મહત્વ સમજાવવામાં આવશે.સમગ્ર કામગીરી માટે સમગ્ર જિલ્લામાં 301 જેટલા વેક્સીનેશન સેન્ટરમાં તાલુકાઓમાં 245 અને નગરપાલિકા વિસ્તારમાં 56 વેક્સીનેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 જેટલાં મોબાઇલ વેક્સીનેટરની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જિલ્લામાં 51 જેટલી ટીમોને હાઉસ ટુ હાઉસની કામગીરી પણ સોંપવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા 40 હજાર જેટલા વેક્સીનના ડોઝ પણ ફાળવવામાં આવ્યા છે. હાલે સમગ્ર મોરબી જિલ્લામાં 67% વેક્સીનેશનની કામગીરી પૂર્ણ થઈ છે.

ભાવનગર
જીલ્લામાં થયેલ કામગીરીની વિગત આપતાં કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ગરીબોની બેલી કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રજા કલ્યાણના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યાં છે. કલેક્ટરશ્રીએ કહ્યું કે, ભાવનગર જીલ્લાના વિવિધ 600 સ્થળે 1,10,000 લોકોનું રસીકરણ કરવામાં આવશે તો ભાવનગર શહેરમાં 17,500 લોકોનું રસીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટરશ્રીની લોકોને અપીલ કરતાં જણાવ્યું કે, કોરોનાની રસીનો બીનજરૂરી ડર રાખ્યાં વગર જિલ્લાના રસીથી વંચિત તમામ લોકો રસીકરણ કરાવે તે જરૂરી છે. લોકોએ તેનાથી ડરવાની જરૂર નથી. કોરોનાની રસી સુરક્ષિત છે. કોરોનાની ત્રીજી લહેરથી બચવાં માટે જિલ્લાના તમામ નાગરિકો રસીથી સુરક્ષિત બને તે આવશ્યક છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આરોગ્ય વિભાગની સઘન કામગીરીને કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 75 ટકા લોકો અને શહેરમાં 85 ટકા લોકો કોરોનાનો પ્રથમ ડોઝ લઇ ચૂક્યાં છે. જિલ્લામાં 50 હજાર લોકો બીજા ડોઝ માટે લાયક છે ત્યારે જે લોકો બાકી રહી ગયાં છે તે લોકો ઝડપથી આગળ આવે અને રસી લઇ લે તે માટે હિમાયત કરી હતી. કમિશનર એમ. એ. ગાંધીએ જણાવ્યું કે, રસીકરણને પ્રેરિત કરવાં માટે કોર્પોરેશન તરફથી 18 હજાર લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવાએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ડોર ટૂ ડોર સર્વે કરીને ગ્રામ્ય સ્તરે લોકોમાં રસીકરણ અંગે જાગૃતિ લાવવામાં આવી રહી છે.

રાજકોટમાં બસપોર્ટ પર ગઇકાલે રાત્રીથી જ મનપાએ રસીકરણ શરૂ કર્યુ હતું. જેમાં ઉપસ્થિત મેયર ડો. પ્રદિપ ડવ, કમિશનર અમિત અરોરા નજરે પડે છે.


Related News

Loading...
Advertisement
Advertisement