રાજકોટનું વજન ઘટયું-મોરબીનો વટ : પ્રધાનોના મત વિસ્તારમાં દિવાળી

17 September 2021 01:53 PM
Rajkot Saurashtra
  • રાજકોટનું વજન ઘટયું-મોરબીનો વટ : પ્રધાનોના મત વિસ્તારમાં દિવાળી
  • રાજકોટનું વજન ઘટયું-મોરબીનો વટ : પ્રધાનોના મત વિસ્તારમાં દિવાળી
  • રાજકોટનું વજન ઘટયું-મોરબીનો વટ : પ્રધાનોના મત વિસ્તારમાં દિવાળી
  • રાજકોટનું વજન ઘટયું-મોરબીનો વટ : પ્રધાનોના મત વિસ્તારમાં દિવાળી
  • રાજકોટનું વજન ઘટયું-મોરબીનો વટ : પ્રધાનોના મત વિસ્તારમાં દિવાળી
  • રાજકોટનું વજન ઘટયું-મોરબીનો વટ : પ્રધાનોના મત વિસ્તારમાં દિવાળી

મુખ્યમંત્રીની જગ્યાએ રાજકોટમાંથી માત્ર એક રાજયકક્ષાના પ્રધાન : સૌરાષ્ટ્રના મંત્રી હવે 10માંથી માત્ર 7..

‘નો-રીપીટ’નો ધોકો પડતા નારાજગીની વાતો ધોવાઇ ગઇ : ભાવનગર, મોરબી, કેશોદ, જામનગરમાં આતશબાજી : કહી ખુશી કહી ગમ..

રાજકોટ, તા. 17
મુખ્યમંત્રી પદેથી વિજયભાઇ રૂપાણીની વિદાય બાદ સૌરાષ્ટ્રનું વજન મંત્રી મંડળમાં ઘટી ગયુ છે. સૌરાષ્ટ્રના અગાઉ 10 મંત્રીઓ હતા. જે હવે ઘટીને 7 થયા છે તો જસદણ, ધોરાજી, કંડોરણા સહિતના વિસ્તારમાં કયાંક જાહેરમાં તો કયાંક ખાનગીમાં રહેલો અસંતોષ, નારાજગી પણ ધોવાઇ ગયા છે ‘નો રીપીટ’ થિયરી સૌએ સ્વીકારી લેતા હાલ તો મામલા શાંત પડયા છે. તો નવા પ્રધાનોમાં મત વિસ્તારમાં આતશબાજી સાથે ભવ્ય ઉજવણીઓ થઇ છે. રાજકોટના મુખ્યમંત્રીની ઘર વાપસી થઇ છે. તો મહાનગરના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને રાજય કક્ષાના પ્રધાન બનાવાયા છે તેમની નિયુકિતની ભવ્ય ઉજવણી ગઇકાલે થઇ હતી. મોરબી જિલ્લામાંથી દાયકાઓ બાદ બ્રિજેશ મેરજાના રૂપમાં કેબીનેટ પ્રધાન બન્યા છે.

સૌરાષ્ટ્રના 7 ધારાસભ્યોને નવા મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. જેમાં બ્રિજેશ મેરજાના નામે મોરબીને આઝાદી પછી પ્રથમ વખત મંત્રીપદ મળ્યું છે. રાજકોટમાંથી અરવિંદ રૈયાણી રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે, જ્યારે અમરેલી, પોરબંદરનો સમાવેશ થયો નથી. સૌરાષ્ટ્રમાં કેશોદના દેવાભાઈ માલમને મંત્રીપદ મળ્યું છે, જે શહેરમાંથી મુખ્યમંત્રી હતા ત્યાંથી હવે મંત્રીપદમાં એકમાત્ર નામ રૈયાણી છે. તેમને મંત્રીપદ મળતા સામા કાંઠા વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો છે. નવા મંત્રીમંડળમા ંરાજકોટ જિલ્લો કટ ટુ સાઈઝ થયો છે. મુખ્યમંત્રી અને બે કેબીનેટ મંત્રીને બદલે નવા મંત્રીમંડળમાં માત્ર એક જ ધારાસભ્યને મંત્રીપદ્દ મળ્યું છે અને એ પણ રાજયકક્ષાનું. જો કે, સૌરાષ્ટ્રના સાત ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવાયા છે. સૌરાષ્ટ્રમાંથી હાલ 7 ધારાસભ્યોને પ્રધાનપદ મળ્યા છે. જેમને પ્રધાનમંડળમાં સમાવાયા છે. તેમાં જામનગરના રાઘવજી પટેલ, કેશોદના દેવાભાઈ માલમ, મહુવાના આર.સી. મકવાણા, મોરબીના બ્રીજેશ મેરજા, લિંબડીના કિરીટસિંહ રાણા અને ભાવનગરના જીતુભાઈ વાઘાણીનો સમાવેશ થાય છે.

ભાવનગર
ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીને કેબીનેટ મંત્રી અને જીલ્લાના મહુવાના ધારાસભ્ય રાઘવજી મકવાણા રાજયમંત્રી તરીકે વરણી પામ્યા છે જીતુ વાઘાણીનાં કાર્યાલયની બહાર આતશબાજી અને મીઠાઇ વહેંચાઇ હતી. ભાવનગર જિલ્લામાંથી બે ધારાસભ્યોને પ્રધાનપદ મળ્યું છે. નો રીપીટ થીયરીનાં કારણે વિભાવરીબેન દવે અને પરસોતમ સોલંકી પડતા મુકાયા છે. જેની સામે બીજા બેને પ્રધાનપદ પ્રાપ્ત થયું છે. ભાવનગર પશ્ર્ચિમનાં ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીને રાજયનાં મંત્રીમંડળમાં કેબીનેટ મંત્રી તરીકે શિક્ષણ વિભાગનું ખાતુ ફાળવવાનું આવતા ભાજપ વર્તુળોમાં આનંદની લાગણી ફેલા છે. જયારે મહુવાનાં ધારાસભ્ય રાઘવજીભાઇ મકવાણાને પણ રાજયકક્ષાના મંત્રી તરીકે પસંદ કરાયા છે. આમ ભાવનગર જીલ્લામાં બે મંત્રીઓ પડતા મુકાયા તેની સાથે નવા બેને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. દરમ્યાન શિક્ષણ પ્રધાન જીતુભાઇ વાઘાણીનાં ભાવનગરનાં કાર્યાલય ખાતે કાર્યકરોએ આતશબાજી કરી મીઠાઇ વહેંચી મંત્રીપદને આવકાર્યુ હતું.

મોરબી
રાજ્યના મુખ્યમંત્રી ભપેન્દ્રભાઈ પટેલે પદભર સાંભળ્યા પછી ગઇકાલે મંત્રી મંડળમાં નવા મંત્રીની શપથ વિધિ હતી જેમાં બ્રિજેશ મેરજનો સમાવેશ કરવામાં આવતા શનાળા રોડ ઉપર આવેલા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આતિશબાજી કરવામાં આવી હતી ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ દુર્ભજીભાઇ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા, હસુભાઈ પંડ્યા, જિગ્નેશભાઈ કૈલા, અજયભાઇ લોરીયા, રવિભાઈ સનાવડા, રવિભાઈ રબારી, જતીનભાઈ પટેલ, રાકેશભાઈ કાવર, હર્ષદ કડીવાર, બિપિનભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને મોરબી માળીયા બેઠકના ધારાસભ્યને પ્રથમ વખત મંત્રી મંડળમાં સ્થાન મળતા ભાજપ પરિવારે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી શનાળા રોડ ઉપર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો ખાસ કરીને બ્રિજેશભાઈ મેરજાને વિજય બનાવવા માટે રાત દિવસ જોયા વગર કામ કરનારા યુવા ભાજપના આગેવાનો સહિતના લોકોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

માંગરોળ
માંગરોળ તાલુકાના થલ્લી ગામના વતની કેશોદ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય દેવાભાઇ માલમ ગુજરાત સરકારમાં મંત્રી બનતા લીમડા ચોક માંગરોળ ખાતે તાલુકા તેમજ ભાજપ દ્વારા ફટાકડા ફોડી તેમજ મીઠાઇ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી.

જસદણ-ભરત બોઘરા
ગુજરાત સરકારના નવનિયુક્ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની નવી સરકારના તમામ નવનિયુક્ત મંત્રીઓને જસદણ વિછીયા ના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ ખોડાભાઈ બોધરાએ આવકાર સાથે અભીનંદન પાઠવ્યા છે. નો રિપીટ થિયરી અંતર્ગત યુવા ચહેરાઓ યુવા અને હોશિયાર ચહેરાઓને સ્થાન અપાયું છે જો કે ક્યાંક થોડી ખુશી અને ગમ અને નારાજગી હોઈ શકે પરંતુ પ્રધાનમંત્રી મોદી અને અમિતભાઈ શાહ ના નિર્ણયને વધાવતા ડો ભરતભાઇ બોઘરાએ વધુમા જણાવ્યું હતુ નવનિયુકત પ્રધાન મંડળને નવસર્જન ગુજરાત અંતર્ગત આવકારીને અભિનંદન પાઠવું છું.

મીઠાપુર
દેવભૂમી દ્રારકા જીલા ભાજપ પ્રભારી અને ગૂજરાત અનૂસૂચિત જાતિ ભાજપ મોરચા પ્રદેશ કારોબારી સભ્ય દીપકભાઇ ચાવડાઅ કમલમ ખાતે નવનિયુક્ત મંત્રીમંડળ ના કેબિનેટ મંત્રી તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓને રૂબરૂ મુલાકાત કરી, નવા મંત્રીમંડળમાં સ્થાન મળવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી જેમા મનીષાબેન વકીલ, હરેશભાઇ સંધવી,બ્રિજેસ મીરઝા,રાધવજી પટેલ, પ્રદીપ પરમાર,મૂકેશ પટેલ, નીમીષાબેન,જીતૂભાઇ વાધાણી,કીરીટસિહ રાણા,કનૂભાઇ દેશાઇ,નરેશભાઇ પટેલ, આ દરેક લોકોને દીપકભાઇ ચાવઙા દ્રારા શૂભેચ્છા પાઠવેલ હતી.

કેશોદમાં ઉત્સાહ
કેશોદમાં ભાજપ ના કાયેકરોમાં ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો છે દેવાભાઈ માલમ સિધા અને સરળ ધારાસભ્ય ની છાપ ધરાવે છે અને તેઓ લોકોમાં પણ ભારે લોકપ્રિય ધારાસભ્ય છે ત્યારે મંત્રી મંડળમાં તેઓને સ્થાન મળતાં કેશોદ શહેર અને ભાજપ કાયેકરોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.


વિભાવરીબેન દવેએ દરેકનો આભાર માની નવા મંત્રી મંડળને આવકાર્યુ
(વિપુલ હિરાણી) ભાવનગર, તા. 17
ગુજરાતના પૂર્વ રાજય કક્ષાના મંત્રી અને ભાવનગરના એમએલએ વિભાવરીબેન દવેએ ખુબ ઉત્સાહ અને ઉમંગથી સરકારના નવા મંત્રી મંડળને આવકાર આપ્યો હતો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની નવી ટીમ નવી ઉર્જા સાથે નવા કામ સાથે ગુજરાતમાં આવી છે તે ટીમને ખુબ શુભેચ્છાઓ પાઠવી છે. ગુજરાતના વિકાસ કામો જે કર્યા છે અને ગુજરાતની પ્રજાનો વિશ્વાસ સંપાદન કયો છે તે બધા સાથે રહી ઉર્જામાં વધારો કરી આગળ વધીશું 2022માં પાર્ટીનું જે લક્ષ છે એ લક્ષ પુરૂ કરવામાં ખુબ જ પ્રયત્નશીલ રહીશું પક્ષ દ્વારા જે પણ જવાબદારીઓ આપશે તે જવાબદારીઓ નિભાવીશું તેમ જણાવ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement