કેશોદમાં પોલીસ સ્ટેશન સામે 11 દુકાનોના તાળા તુટયા

17 September 2021 02:00 PM
Junagadh Crime
  • કેશોદમાં પોલીસ સ્ટેશન સામે 11 દુકાનોના તાળા તુટયા

હેલી સવારે વેપારીઓને જાણ થતા પોલીસ સ્ટેશને દોડયા: તસ્કરો માત્ર રોકડ રકમ ઉઠાવી ગયા: પોલીસમાં દોડધામ

કેશોદ,તા.17
કેશોદ પોલીસ સ્ટેશન સામે એકી સાથે 11 દુકાનોના તાળા તુટયાની જાણ વેપારીઓને થતા વેપારીઓ આફળા ફાફળા પણ થઇ દોડી આવ્યા હતા. બાદમાં પોલીસ સ્ટેશને એકઠા થઇ ફરીયાદ આપી હતી.કેશોદમાં પોલીસ સ્ટેશન સામે આવેલ મયુર માર્કેટમાં 9 અને શ્રીનાથજી માર્કેટ-ર દુકાનો મળી કુલ 11 દુકાનોના તાળા તોડી તસ્કરોએ ચોરી કરતા વેપારીઓમાં રોષ ફેલાવ્યો હતો.પોલીસ સ્ટેશન સામે તસ્કરોએ 11 દુકાનો તોડી પોલીસને પડકાર ફેકયો છે.

મોટાભાગની દુકાનોમાંથી તસ્કરો રોકડની ચોરી કરી હોવાની વિગતો ખુલી હતી. સવારે પોલીસ સ્ટેશને વેપારીઓએ એકઠા થઇ ફરીયાદ આપતા પોલીસે અરજી નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બનાવની વધુ વિગતો મેળવાઇ રહી છે.

કેશોદ પોલીસમાંથી મળતી વિગત મુજબ ગત તા.15/9/21ની મોડી રાત્રીના બનેલી ઘટનામાં ફરયાદી મયુરભાઇ લલીતભાઇ લાલવાણી(ઉ.30) રે.ચોવટીયાવાળી ક્રિષ્ના પાર્ક અક્ષયનાથ રોડએ ફરીયાદમાં જણાવ્યા મુજબ મયુર માર્કેટ અને શ્રીનાથજી માર્કેટમાં કુલ 11 દુકાનોના શખ્સે તોડી દુકાનોમાંથી રોકડ રકમ 1,પ0,000, ચાંદીના સીક્કા, બેઆરસીબુકની ચોરી કરી ગયા હતા તથા કાચનો દરવાજો તોડી રૂ.2000નું નુકસાન કર્યાની ફરીયાદ નોંધાવી છે. પીએસઆઇ એચ એનસોનારાએ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement