વંથલીના વાડલામાં મકાન માલીકને ઘરમાં પુરી રૂા. 4.75 લાખની મતા તસ્કરો ચોરી ગયા

17 September 2021 02:09 PM
Junagadh Crime
  • વંથલીના વાડલામાં મકાન માલીકને ઘરમાં પુરી રૂા. 4.75 લાખની મતા તસ્કરો ચોરી ગયા

લોકરમાંથી 1.7પ લાખ રોકડ, 8 તોલા સોનાના દાગીના ઉઠાવી ગયા

જુનાગઢ, તા. 17
વંથલીના વાડલા ગામે રહેતા અને વેપાર કરતા વેપારીના ઘરમાં મોડી રાત્રીના તસ્કરો સુતેલા પરિવારના ઘરમાં ઘુસી બહારથી સ્ટોપર મારી લોકરમાંથી 1.75લાખ રોકડા, 8 તોલા-સોનાના દાગીના સહિત કુલ રૂા. 4.75 લાખની મતાની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ વંથલી પોલીસમાં નોંધાઇ છે.વાડલા ફાટક પાસેના શાતુનું ફાર્મમાં રહેતા અને ન્યાલકરણ સેલ્સ નામની સોપારી વેંચવાનો ધંધો કરતા તેમજ પ્લોટ લે વેચનું કામ કરતા કુંજનભાઇ પ્રવિણભાઇ દવે અને તેનો પરિવાર રાત્રીના સુતો હતો ત્યારે 12.30ના સુમારે બાદ નીચેના બેડમાં ત્રણ બાળકો સાથે ઉંઘમાં હતા ત્યારે 3.30 કલાકે અવાજ આવતા કુંજનભાઇએ તેમના પત્નીને જગાડેલ ઉઠીને જોયુ તો તેમના રૂમનો દરવાજો બહારથી બંધ કરેલ હતો. અને બહાર રૂમની લાઇટ ચાલુ હતી જેમાં બે શખ્સો હોવાનું જોવા મળતા કુંજનભાઇ દવેએ તેના સાળા વિમલને ફોન કરતા તેમના સાળા અને તેના મિત્ર વિશાલભાઇ કુંજનભાઇના ઘરે આવેલ અને વોર્ન વગાડતા બંને તસ્કરો ભાગી છુટયા હતા કુંજનભાઇ અને તેના પરિવારને રૂમમાંથી બહાર કાઢી તપાસ કરતા તસ્કરોએ મકાનની પાછલી બારીની ગ્રીલ તોડી બેડમાં પ્રવેશી કબાટનું લોકર તોડી રૂા. 1.7પ લાખ રોકડા, નાની બહેન રશ્મીબેન મહેતાના 3 લાખના દાગીનામાં 8 તોલાનું સોનાનું મંગલસુત્ર, સોનાના પાટલા મળી કુલ 4.75 લાખની મતાની ચોરી કરી બંને ચોર ભાગી છુટયાની ફરીયાદ વંથલી પોલીસમાં નોંધાવતા વંથલી પીએસઆઇ ડોડીયાએ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement