મોરબીના મમુદાઢીની હત્યા કેસમાં પકડાયેલા આરોપી રફીક માંડવીયા સહિત પાંચના 20 મી સુધી રિમાન્ડ મંજૂર

17 September 2021 02:16 PM
Morbi Crime
  • મોરબીના મમુદાઢીની હત્યા કેસમાં પકડાયેલા આરોપી રફીક માંડવીયા સહિત પાંચના 20 મી સુધી રિમાન્ડ મંજૂર

મોરબી તા. 17
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કાર ઉપર ફાયરીંગ કરીને મમુદાઢીની હત્યાના ગુનામાં 13 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં કુલ મળીને પાંચ આરોપીની ધરપકડ કરેલ છે જે પૈકીનાં અગાઉ પકડાયેલા ચાર આરોપીઓના રીમાન્ડ પૂરા થતાં તેને વધુ રિમાન્ડની માંગ સાથે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેની સાથે રફીક માંડવિયાની ધરપકડ કરવામાં આવી હોય તેના પણ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જેથી કોર્ટે પાંચેય આરોપીઓના આગામી 20 મી તારીખ સુધી રિમાન્ડ મંજૂર કરેલ છે. ભક્તિનગર સર્કલ પાસે થોડા દિવસો પહેલા કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરીને હનીફ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીની હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં મૃતક મમુદાઢીના દીકરા મકબુલ મહમદ હનીફ કાસમાણી (25) એ રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફ બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એઝાજ આમદભાઇ ચાનીયા અને બીજા ચારેક અજાણ્યા શખ્સો આમ કુલ મળીને 13 શખ્સોની સામે તેના પિતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ ચાર આરોપી ઇસ્માઇલભાઈ યારમામદ બ્લોચ, ઇમરાનભાઈ યારમામદ બ્લોચ, રિયાઝ રજાક દોસાણી, એઝાઝ આમદ ચાનીયાની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં હોય આ આરોપીને વધુ રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તેની સાથે હત્યાના આ ગુનામાં મુખ્ય સૂત્રધાર ગણાતા આરોપી રફીક રજાકભાઇ માંડવીયાની ધરપકડ કરેલ હતી જેથી તેના પણ રિમાન્ડ લેવા માટે તેને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતા. કોર્ટે પાંચેય આરોપીઓના 20 મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે જેથી પોલીસે હત્યાના ગુનાને અંજામ આપીને નાશી ગયેલા આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement