કેશોદના કોયલાણાના યુવાન સાથે ઓનલાઇન છેતરપીંડી

17 September 2021 02:18 PM
Junagadh Crime
  • કેશોદના કોયલાણાના યુવાન સાથે ઓનલાઇન છેતરપીંડી

ઇ-કોર્ટ કંપનીના મેનેજર કર્મીની ઓળખ આપી રૂા. 67 હજાર ટ્રાન્સફર કરાવી લીધા

જુનાગઢ, તા. 17
કેશોદના કોયલાણા (લાઠીયા) ગામે રહેતા ખેડુત યુવાનને બે અજાણ્યા મોબાઇલમાંથી ઇ-કોર્ટ કંપનીના મેનેજર અને કર્મચારીની ઓળખ આપી કંપનીની એજન્સી ચાલુ કરવાના નામે યુવાનના બેન્કના ખાતામાંથી 67,600 ટ્રાન્સફર કરાવી લીધાની અને મોબાઇલ ફોન બંધ કરી દઇ વિશ્ર્વાસઘાત છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. કેશોદથી 8 કિ.મી. કોયલાણા (લાઠીયા) ખાતે રહેતા ખેતી કરતા નાગરાજસિંહ મહિપતસિંહ ચાવડાને ગત તા. 23-4ની ફરીયાદીની મોબાઇલ 81415 98738માં અજાણ્યા આરોપીના મોબાઇલ નં. 80173 34057 અને અન્ય શખ્સના મોબાઇલ નંબર 80173 34236માંથી ફોન આવેલ અને પોતાની ઓળખ ફલીપાર્ટ તથા ઇ-કોર્ટ કંપનીના મેનેજર અને કર્મચારી તરીકેની ઓળખ આપીઉપરોકત કંપનીની એજન્સી ચાલુ કરવાના નામે નાગરાજસિંહને વિશ્ર્વાસમાં લઇ કુલ 67,600 આરોપીઓએ પોતાના ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લઇ પરત ન આપી આરોપીઓએ પોતાના ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લઇ પરત ન આપી આરોપીઓએ પોતાના મોબાઇલ બંધ કરી દઇ ઓનલાઇન છેતરપીંડી વિશ્ર્વાસઘાત કર્યાની ફરીયાદ નોંધાવતા ઇન્ચાર્જ પીઆઇ પી.એન.ગામેતીએ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement