મોરબીમાં જુદા જુદા વાહન અકસ્માતોમાં આઠ લોકોને ઇજા

17 September 2021 02:19 PM
Morbi
  • મોરબીમાં જુદા જુદા વાહન અકસ્માતોમાં આઠ લોકોને ઇજા

બે બાઇક સામસામે અથડાયા: ટંકારા દવા પીવાના પણ બે બનાવ

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.17
મોરબીના જુદાજુદા વિસ્તારોમાં બનેલા વાહન અકસ્માતોના બનાવમાં આઠેક લોકોને ઇજાઓ થતાં તેમજ બે મહિલાઓ ઝેરી દવા પી જતાં તમામને સારવારમાં ખસેડાયા છે. રફાળેશ્વર રોડ ઉપર પટેલ છાત્રાલય પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો

જેમાં મોરબીના રાજેશ જીવરાજભાઇ લીખીયા તેમજ તુલસીભાઈ દેવરાજભાઈ વસીયાણીને ઇજાઓ થતાં બંનેને ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા જેથી તાલુકા એએસઆઇ આર.બી.વ્યાસે તપાસ હાથ ધરી હતી.જ્યારે સામાકાંઠે જવાહર સોસાયટી ભડીયાદ રોડ ઉપર રહેતો કપિલ જેસીંગભાઇ ચૌહાણ નામનો 23 વર્ષનો યુવાન સાયન્સ કોલેજ પાસેથી બાઇક લઇને જતો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા કપિલને પણ સારવારમાં ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.

બંધુનગર ગામે રહેતો ધર્મેન્દ્રભાઈ વશરામભાઈ સરડવા નામનો યુવાન કારખાનેથી ઘરે જમવા જતો હતો ત્યારે ઇટાલિકા સીરામીક પાસે બાઈકની આડે આંખલો ઉતરતા બાઈક સ્લીપ મારી જવાનો બનાવ બન્યો હતો જેમાં ઇજાગ્રસ્ત અત્રે આયુષ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે ચુડાના યુવરાજસિંહ ભુપતસિંહ પરમાર નામનો 35 વર્ષનો યુવાન ઘરેથી ધાંધલપુર જવા નીકળ્યો હતો ત્યારે રસ્તામાં કોરડા ગામ પાસે રોડ ઉપર અચાનક બમ્પ આવતા તેનું બાઈક સ્લીપ મારી ગયું હતું જેથી સારવારમાં આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

જોડિયાના આવેલા રસનાળના શૈલેષભાઇ મગનભાઇ ડામોર (20) અને ગુડ્ડુભાઈ પારસીંગભાઈ ડામોર (20) નામના બે યુવાનો બાઈકમાં જતા હતા ત્યારે ખાખરા(બંગાવડી-ટંકારા) પાસે બે બાઇક સામસામે અથડાયા હતા જેથી શેલૈષ અને ગુડ્ડુને મોરબી સિવિલે સારવારમાં ખસેડાયા હતા.મોરબીના નાનીબરાર ગામે રહેતા માણેકબેન જયંતીભાઈ વિઠ્ઠલાપરા નામના 58 વર્ષીય વૃદ્ધા ગામ નજીકથી બાઈકમાં બેસીને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થઇ જતા ખાનગી હોસ્પિટલમાં સારવારમાં લાવવામાં આવ્યા હતા.

ઝેરી દવા
ટંકારાના મફતપરા વિસ્તારમાં રહેતા સાનિયાબેન કાદરભાઈ હસનભાઈ મકવાણા નામની 16 વર્ષીય સગીર વયની યુવતી કોઇ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં લવાતા જ્યારે મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતો યુસુફ હાસમભાઇ ભટ્ટી જાતે મિંયાણા નામનો 18 વર્ષીય યુવાને કોઈ કારણોસર ફિનાઇલ પી જતા તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો.


Loading...
Advertisement
Advertisement